પુનમ માડમની આંખોમાં આવ્યા આંસુ, અવાજ થોથવાયો- વિડીયો રિવાબા અંગે શું કહ્યું ?

Share this story
  • ‘રિવાબા પહેલી વખત ધારાસભ્ય બન્યા છે. મીડિયા સામે જે બન્યું તેમાં વાતના વતેસર થયા. આ એક મીસ અન્ડર સ્ટેન્ડિંગ હતી અને ક્વીક રિએક્શન હતું તેના સિવાય બીજું કશું ન્હોતું, પાર્ટીના વડીલનું માન જળવાય અને, રિવાબા નાના છે તેઓ ગુસ્સો કરી શકે છે’

પુનમ માડમે સમી સાંજ પછી રિવાબા સાથે આજે કાર્યક્રમ દરમિયાન જે કાંઈ થયું તે અંગે પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેમણે રિવાબાને જે તે સમયે સોરી કેમ કહ્યું હતું તેનો પણ ખુલાસો કર્યો હતો. તેમના અવાજમાં વસવસો અને આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાતા હતા.

જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. એમાં સાંસદ મેડમે પહેલા ટ્રિબ્યૂટ આપવાનું થયું એમાં તેમણે ચપ્પલ પહેરેલા હતા. પછી મારો વારો આવ્યો એટલે મેં પોતે ચપ્પલ ઉતારી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. મારા પછી કોર્પોરેશનના લોકોએ પણ આ રીતે કર્યું. અમે સાઈડમાં ઊભા હતા.

ત્યારે સાંસદએ ટિપ્પણ કરી કે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ ઉતારતા નથી. પણ અમુક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ થઈને ચપ્પલ કાઢે છે. આવા કાર્યક્રમમાં તેમની આ ટિપ્પણી મને માફક ન આવી. એક સેલ્ફ રિસ્પેક્ટના ભાગ રૂપે મેં જવાબ આપ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, મેયર આ સમગ્ર ઘટનામાં ક્યાંય નહોતા. પરંતુ તેઓ સાંસદની ફેવર લઈને મારી સાથે જોર જોરથી મારા મોઢા પર વાત કરતા હતા. એટલે સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા માટે જ મારે તેમને ઓકાતમાં રહેવાનું કહેવું પડયું. તેમનું આ મેટરમાં કોઈ વાત નહોતી છતા વચ્ચે પડયા અને બોલ્યા એટલે મારે કહેવું પડયું.

ઘટના અંગે મેયરે શું કહ્યું ?

કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ હાજર થયેલા જામનગરના મેયર બીનાબેન કોઠારીને પત્રકારો દ્વારા ઘટના મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેમણે આ અંગે જણાવ્યું કે, એ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારિવારિક મામલો છે અને એના બાબતમાં હું કોઈ કોમેન્ટ કરતી નથી. ચોક્કસ પણ મેયરે આ અંગે કંઈ બોલવાથી ઈનકાર કરી દીધો છે. પરંતુ રિવાબા જાડેજા અચાનક આટલા ગુસ્સે કેમ થયા તેનું ચોક્કસ કારણ તો તે જ જણાવી શકે છે.

આ પણ વાંચો :-