૧૮ ઓગષ્ટ ૨૦૨૩ : મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જાણો અભિજીત મુહૂર્ત અને રાહુકાલનો સમય

Share this story
  • ૧૮ ઓગસ્ટ, શુક્રવારે મંગળ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આખો દિવસ રહેશે, જેના કારણે સિદ્ધિ નામનો શુભ યોગ બનશે. આ ઉપરાંત આ દિવસે શિવ અને સિદ્ધ નામના ૨ અન્ય યોગ પણ બનશે.

જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. આ ગ્રહ સામાન્ય રીતે ૪૫ દિવસમાં રાશિ બદલી નાખે છે. ૧૮ ઓગસ્ટે મંગળ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મંગળના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિના લોકો પર શુભ કે અશુભ સ્વરૂપમાં જોવા મળશે. આગળના પંચાંગથી જાણો આજે કયો શુભ યોગ બનશે, કયો ગ્રહ કઈ રાશિમાં રહેશે અને રાહુ કાલ અને અભિજીત મુહૂર્તનો સમય…

૧૮ ઓગસ્ટનું પંચાંગ :

૧૮ ઓગસ્ટ, ૨૦૨૩, શુક્રવાર, શ્રાવણ માસના શુક્લ પક્ષની બીજી તિથિ રાત્રે ૮ વાગ્યા સુધી રહેશે. આ પછી તૃતીયા તિથિ શરૂ થશે. શુક્રવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આખો દિવસ રહેશે, જેના કારણે સિદ્ધિ નામનો શુભ યોગ બનશે. આ ઉપરાંત આ દિવસે શિવ અને સિદ્ધ નામના ૨ અન્ય યોગ પણ બનશે. રાહુકાલ સવારે ૧૦:૫૪ થી બપોરે ૧૨:૩૦ સુધી રહેશે.

આ રીતે રહેશે ગ્રહોની સ્થિતિ…

શુક્રવારે મંગળ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે સૂર્ય, બુધ અને ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. શુક્ર કર્કમાં, શનિ કુંભમાં, ગુરુ અને રાહુ મેષમાં, કેતુ તુલા રાશિમાં રહેશે. શુક્રવારે પશ્ચિમ દિશામાં યાત્રા ન કરવી જોઈએ. જો મુસાફરી કરવી જરૂરી હોય તો જવ અથવા સરસવના દાણા ખાધા પછી ઘરની બહાર જાવ.

Disclaimer – આ લેખમાં જે પણ માહિતી આપવામાં આવી છે. માહિતી જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ પર આધારિત છે. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે માત્ર એક માધ્યમ છીએ. વાંચકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ માહિતીને માત્ર માહિતી તરીકે જ ધ્યાનમાં લે. ગુજરાત ગાર્ડિયન.કોમ આની પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો :-