ફિલ્મ ‘ગદર ૨’ એ છ દિવસમાં બનાવ્યા છ રેકોર્ડ, સની પાજી એ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને છોડી પાછળ

Share this story
  • ફિલ્મ ‘ગદર ૨’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે અને વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ છ દિવસમાં છ રેકોર્ડ બનાવ્યા છે.

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર ૨‘ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે અને છ દિવસમાં ફિલ્મે વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ છ દિવસમાં છ રેકોર્ડ બનાવ્યા છે.

વર્ષ ૨૦૨૩ની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

ગદર ૨‘ વર્ષ ૨૦૨૩ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ વર્ષે ભારતીય બોક્સ ઓફિસ પર માત્ર ત્રણ ફિલ્મોએ ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.

શાહરૂખ ખાનની ‘પઠાણ‘ (રૂ. ૫૪૩.૦૫ કરોડ)
અદા શર્માની ‘ધ કેરાલા સ્ટોરી’ (રૂ. ૨૪૨.૨૦ કરોડ)
સની દેઓલની ‘ગદર 2’ (રૂ. ૨૬૧.૩૫ કરોડ).

સ્વતંત્રતા દિવસે રચ્યો ઈતિહાસ :

ગદર ૨એ સ્વતંત્રતા દિવસે ઈતિહાસ રચ્યો હતો. પ્રથમ દિવસે ૪૦.૧ કરોડની ઓપનિંગ કરનાર આ ફિલ્મે મંગળવારે ૫૫.૪ કરોડનું ઐતિહાસિક રેકોર્ડ બ્રેકિંગ કલેક્શન કર્યું હતું. આ પહેલા આ રેકોર્ડ વર્ષ ૨૦૧૨માં આવેલી સલમાન ખાનની ‘એક થા ટાઈગર‘ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૩૨.૯૩ કરોડનો બિઝનેસ કર્યો હતો.

આ પણ વાંચો :-