HomeEntertainmentઅમીરોની દુનિયા ! ઈશા અંબાણીની પાર્ટીમાં પહોંચી નીતા, ગુજરાતી લૂકમાં છવાયા શેઠાણી,...

અમીરોની દુનિયા ! ઈશા અંબાણીની પાર્ટીમાં પહોંચી નીતા, ગુજરાતી લૂકમાં છવાયા શેઠાણી, રાધિકા-પૃથ્વી તો જોવા જેવા

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

Nita arrives at Isha Ambani’s party

  • ઈશા અને આનંદ પીરામલે ગોઠવેલી બેબીની વેલકમ પાર્ટીમાં આખો અંબાણી પરિવાર હાજર રહ્યો હતો.

ઈશા અંબાણી (Isha Ambani) અને તેમના પતિ આનંદ પીરામલે (Anand Piramle) તેમના જોડિયા બાળકોના સ્વાગત માટે એક વેલકમ પાર્ટી ગોઠવી હતી જેમાં આખો અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. ખાસ વાત એ હતી કે અંબાણી પરિવાર (Ambani family) આ વખતે ટ્રેડીશનલ કપડાંમાં જોવા મળ્યો હતો. તેમનો ટ્રેડિશનલ આઉટફીટથી (Traditional outfit) લોકોની આંખો અંજાઈ ગઈ હતી.

ઈશાની પાર્ટીમાં તેના પપ્પા, મુકેશ અંબાણી, મમ્મી નીતા, બન્ને ભાઈઓ, ભાભીઓ અને દાદી કોકિલાબેન હાજર રહ્યાં હતા. ખાસ વાત એ હતી કે આકાશ અંબાણીનો ટેણિયો પૃથ્વી પણ હાજર રહ્યો હતો. આકાશ અંબાણી, પુત્રવધૂ શ્લોકા અને પૌત્ર પૃથ્વી અંબાણી સાથે જોવા મળ્યા હતા.

અંબાણી પરિવાર રોયલ્ટી અને લાવણ્ય સાથે ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાયો :

મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમની પુત્રી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલના વરલી સ્થિત નિવાસ સ્થાને જોવા મળ્યા હતા. આ દરમિયાન અંબાણી પરિવાર રોયલ્ટી અને લાવણ્ય સાથે ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાયો હતો.

નીતા અંબાણીએ સિલ્ક બ્લૂ કલરની સાડી પહેરી હતી :

દીકરીની પાર્ટીમાં હાજરી આપવા આવેલી નીતા અંબાણીએ સિલ્ક બ્લુ કલરની સાડી પહેરી હતી, જેમાં સુંદર એમ્બ્રોઇડરી હતી. તેણે વાળની જોડી પહેરી હતી અને ભારે ઝવેરાત પણ પહેર્યા હતા. નીતા અંબાણી બન્ને વહુ, શ્લૌકા અને રાધિકા પર ભારે પડતી હોય તેવું પણ તસવીરો જોઈને લાગતું હતું.

મુકેશ અંબાણી બ્લૂ કલરના કૂર્તામાં શોભી ઉઠ્યાં 

આ પ્રસંગે મુકેશ અંબાણીએ બ્લૂ કલરનો કુર્તા પાયજામો અને આકાશ અંબાણીએ સી ગ્રીન કલરનો કુર્તા પાયજામો સેટ પહેર્યો હતો

પીળા રંગના કુર્તામાં ક્યૂટ લાગ્યો પૃથ્વી અંબાણી  :

પૃથ્વી અંબાણી પીળા રંગના કુર્તામાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. તે તેના દાદા મુકેશનો હાથ પકડેલો જોવા મળ્યો હતો.

શ્લોકા પણ દેખાઈ સુંદર કપડાંમાં :

અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા આ દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્લોકાએ ભાભીની પાર્ટી માટે ટ્રેડિશનલ આઉટફિટ પણ કેરી કર્યું હતું. શ્લોક યલો કલરની ફુલ સ્લીવ્ઝ ટોપ અને સ્કર્ટમાં સ્ટાઇલિશ લાગી રહ્યો હતો.

માતા કોકિલાબેન પણ રહ્યા હાજર :

ઈશાની પાર્ટી હોય પછી દાદી કોકિલાબેન કેમ ભૂલી શકે. કોકિલા અંબાણી પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યાં હતા અને પ્રસંગ શોભાવ્યો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories