Thursday, Jan 29, 2026

જલેબીમાંથી નીકળી જીવાત : નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીને થયો કડવો અનુભવ 

2 Min Read
  • તાપીના વ્યારામાં નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીએ મંગાવેલ જલેબીમાંથી જીવાત નીકળતા બેકરીમાં દેકારો બોલી ગયો હતો.

નાસ્તાની દુકાનો અને લારીઓમાં નીતિ નિયમને નેવે મૂકી અને આડેધડ ખોરાક પીરસવામાં આવે છે. જેમાં અમુક કિસ્સાઓમાં સ્વચ્છતા બાબતે ઉદાસીનતા જોવા મળતી હોય છે. ભૂતકાળમાં આવી ઘટનાના બોલતા પુરાવારૂપ અનેક કિસ્સાઓ  સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો તાપીના વ્યારામાં સામે આવ્યો છે. જેમાં નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીએ મંગાવેલ જલેબીમાંથી જીવાત નીકળતા તેને કડવો અનુભવ થયો હતો.

તાપી જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ સામે સવાલ :

આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત એવી છે કે તાપીના વ્યારામાં આવેલી ભારત સ્વીટ નામની દુકાન નાસ્તા માટે પ્રખ્યાત છે. જેમાં એક એડવોકેટ નાસ્તો કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમણે જલેબી સહિતની વસ્તુનો ઓર્ડર આપ્યો હતો. જે ઓર્ડર આવતાની સાથે જ જલેબી હાથમાં લેતા જલેબીમાંથી જીવાત નીકળી હતી.

જેને લઈને એડવોકેટ ચોંકી ગયા હતા અને તેમણે આ મામલે તાત્કાલિક સંચાલકને ફરિયાદ કરી હતી. જોકે જલેબીમાંથી આ પ્રકારે જીવાત નીકળવાની ઘટનાને પગલે તાપી જિલ્લાના ફૂડ સેફટી વિભાગે સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું હોય તેવું ધારાશાસ્ત્રીએ આક્ષેપ લગાવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article