- Jio Recharge Plans : સસ્તા રિચાર્જ પ્લાનની શોધ કરવી ખુબ મુશ્કેલ હોય છે પરંતુ જિયો પ્રીપેડ યૂઝર્સની સામે આવી કોઈ સમસ્યા નથી અને તેના માટે ખુબ સસ્તા પ્લાન્સ હાજર છે.
જો તમે એક જિયો પ્રીપેડ કસ્ટમર (Jio prepaid Customer) છો અને દર મહિને કોઈ મોંઘા રિચાર્જ પ્લાન એક્ટિવ કરાવો છો જેમાં તમને બેનિફિટસ તો વધુ મળી રહ્યાં છે પરંતુ તમે તેનો ઉપયોગ કરી શકતા નથી અને તમારા પૈસા બરબાદ થાય છે. તો હવે તમારી સામે આવી સમસ્યા આવશે નહીં.
હકીકતમાં જિયો પ્રીપેડ રિચાર્જ પ્લાન્સના લિસ્ટમાં કેટલાક એવા પ્લાન સામેલ છે. જેમાં મોંઘા પ્લાન્સવાળા બેનિફિટસ તો મળે છે પરંતુ તે માટે તમારે 200 રૂપિયાથી પણ ઓછો ખર્ચ કરવો પડે છે. જો તમે આ રિચાર્જ પ્લાન્સ એક્ટિવ કરાવવા ઈચ્છો છો તો આજે અમે તમારા માટે જિયોના આવા કેટલાક રિચાર્જ પ્લાન્સ લઈને આવ્યા છીએ. જે તમારા બજેટમાં છે. તેમાં તમને ઘણા શાનદાર બેનિફિટસ પણ મળશે.
ક્યા છે સસ્તા રિચાર્જ પ્લાન્સ :
149 રૂપિયાનો પ્લાન : Jio પોતાના પ્રીપેડ રિચાર્જ પોર્ટફોલિયોમાં 149 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ ગ્રાહકોને આપે છે. જેમાં તમને દમદાર બેનિફિટસ જોવા મળે છે. જેના કારણે ન માત્ર તમને અનલિમિટેડ કોલિંગ પરંતુ સાથે ઈન્ટરનેટની મજા પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 20 દિવસની છે અને તેમાં ગ્રાહકોને દરરોજ 1 જીબી ડેટા આપવામાં આવે છે. એટલું જ નહીં 20 જીબી ડેટાની સાથે ગ્રાહકોને દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ યૂઝર્સને આપવામાં આવે છે.
179 રૂપિયાનો રિચાર્જ પ્લાન : આ રિચાર્જ પ્લાનમાં કંપની ઘણા સારા બેનિફિટસ ઓફર કરે છે. જેમાં કોલિંગ જેવા બેનિફિટસ તો સામેલ છે. સાથે ઈન્ટરનેટ પણ આ પ્લાનમાં મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસ છે અને તેમાં ગ્રાહકોને દરરોજ 1 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 ફ્રી એસએમએસનો લાભ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો :-
- દેશનું એકમાત્ર ગામ…જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો
- IPLથી MP ડ્રાઈવર રાતોરાત બની ગયો કરોડપતિ, 49 રૂપિયાનું રોકાણ કરીને જીત્યો..