આ તે કેવી લોખંડી સુરક્ષા ? દિગ્ગજ નેતા બુલેટપ્રુફ ફેસ શિલ્ડ પહેરી કોર્ટમાં પહોંચ્યા, Video વાયરલ

Share this story

What kind of iron security is this?

  • Pakistan News : ગત સુનાવણીમાં ન્યાયાધીશ એજાજ અહમદ બુટ્ટરે પીટીઆઈ પ્રમુખને નિર્દેશ આપ્યા હતા કે તેઓ હવેની સુનાવણીઓમાં પોતાની પેશી સુનિશ્ચિત કરે અને કેસની પોલીસ તપાસમાં પણ સામેલ થાય.

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Former Prime Minister of Pakistan Imran Khan) હાલ ચર્ચામાં છે. પાકિસ્તાન તહરીક એ ઈન્સાન પ્રમુખ ઈમરાન ખાન પણ અનેક કેસ ચાલુ છે. કેટલાકમાં તો તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (Non-bailable warrant) સુદ્ધા જાહેર થયેલું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની એક આતંકવાદ વિરોધી કોર્ટે મંગલવારે ઈમરાન ખાનને મળેલા વચગાળાના જામીન 13 એપ્રિલ સુધી આગળ વધાર્યા છે.

આ બધા વચ્ચે કોર્ટમાં પેશી માટે જતા ઈમરાન ખાનનો (Imran Khan)) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વીડિયોમાં ઈમરાન ખાને બુલેટપ્રુફ ફેસ શીલ્ડ (Bulletproof face shield) પહેરેલો છે અને ચહેરો સંપૂર્ણ રીતે ઢંકાયેલો છે.

પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઈમરાન ખાન માથાથી ગરદન સુધી સુરક્ષા કવચ પહેરેલું જોવા મળી રહ્યા છે. બીજી બાજુ તેમના સુરક્ષાકર્મીઓએ સુરક્ષા ઢાલથી તેમને ઘેર્યા છે. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાન પર જીવલેણ હુમલો પણ થઈ ચૂક્યો છે. આ માટે પીટીઆઈ પ્રમુખ પોતાની હત્યા થવાની આશંકા પણ વ્યક્ત કરી ચૂક્યા છે.

નોંધનીય છે કે ગત સુનાવણીમાં ન્યાયાધીશ એજાજ અહમદ બુટ્ટરે પીટીઆઈ પ્રમુખને નિર્દેશ આપ્યા હતા કે તેઓ હવેની સુનાવણીઓમાં પોતાની પેશી સુનિશ્ચિત કરે અને કેસની પોલીસ તપાસમાં પણ સામેલ થાય. ગત વર્ષ 3 નવેમ્બરના રોજ ઈમરાન ખાન પર પંજાબના વજીરાબાદમાં એક રેલી દરમિયાન હુમલો થયો હતો.

આ પણ વાંચો :-