Porn Star સાથે જોડાયેલા કેસમાં સુનાવણી પુરી, ટ્રમ્પે પ્રથમ નિવેદનમાં કહી આ મોટી વાત

Share this story

After the hearing in the case related

  • Impeachment of Donald Trump Update: કોર્ટે આ મામલે આગામી સુનાવણી માટે 4 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. ટ્રમ્પની ટ્રાયલ જાન્યુઆરી 2024માં શરૂ થઈ શકે છે. આ દિવસે ટ્રમ્પે ફરીથી કોર્ટમાં હાજર થવું પડશે.

Stormy daniels hush money case manhattan court : પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને (Porn Star Stormy Daniels) અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સામે મોં બંધ રાખવા માટે સીક્રેટ પેમેન્ટ આપવાના કેસમાં મેનહટન કોર્ટમાં (Manhattan Court) સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ટ્રમ્પની સુનાવણી આવતા વર્ષે જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. ભારતીય સમયાનુસાર બપોરે 1 વાગ્યા સુધી ચાલેલી સુનાવણી દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા.

સુનાવણીમાં પોતાને ગણાવ્યા નિર્દોષ  :

કોર્ટે આ મામલાની સુનાવણી માટે અલગથી 4 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. જેમાં ટ્રમ્પે ફરીથી કોર્ટમાં હાજર થવું પડશે. દરમિયાન, સુનાવણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પૈસાની ગેરરીતિના કેસમાં પોતાને દોષિત જાહેર કર્યા. કોર્ટે હાલમાં ટ્રમ્પને કસ્ટડીમાંથી મુક્ત કર્યા છે. આ દરમિયાન, અદાલતે ફરિયાદીની ટીકાત્મક દલીલો પછી ટ્રમ્પને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી દૂર રહેવા ચેતવણી આપી છે.

સુનાવણી બાદ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા :

ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રાયલ પછી પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું, ‘મેં દેશને દુશ્મનોથી બચાવ્યો અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી સાથે આવું થશે. અમેરિકામાં આ સમયે સ્થિતિ ખરાબ છે. મારા વિરોધીઓને પણ લાગે છે કે મારી સાથે ખોટું થયું છે. લોકોને નવાઈ લાગે છે કે અમેરિકામાં મારી સાથે આવું થઈ શકે છે. મેં વિચાર્યું ન હતું કે મારી સાથે આવું થશે. આ મને 2024ની ચૂંટણીમાં રોકવાનું ષડયંત્ર છે. આ મારા પ્રમુખપદના અભિયાનને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છે. પરંતુ હું અટકીશ નહીં, હું ફરીથી ઉભો થઈશ.

આ પણ વાંચો :-