Saturday, Sep 13, 2025

લંડનની સ્ટ્રિપ ક્લબમાં પાર્ટી કરતો જોવા મળ્યો ઈજાગ્રસ્ત કે એલ રાહુલ

2 Min Read

Injured KL Rahul  

  • KL Rahul Strip Club : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છેકે કે એલ રાહુલ એક નાઈટ ક્લબમાં પાર્ટી કરી રહ્યો છે.

આઈપીએલની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા લખનઉ સુપર જાયન્ટસ (Lucknow Super Giants) ટીમના કેપ્ટન કે એલ રાહુલ (Captain KL Rahul) હાલ લંડનમાં છે. જો કે તે WTC ફાઈનલ માટે ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. પગમાં ઈજા બાદ રાહુલની સર્જરી કરવામાં આવી છે અને તે ધીરે ધીરે ઠીક થઈ રહ્યો છે.

આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં કે એલ રાહુલ લંડનની એક સ્ટ્રિપ ક્લબમાં જોઈ શકાય છે. કે એલ રાહુલનો પાર્ટી એન્જોય કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લંડનની Luxx ક્લબ સ્ટ્રિપ ક્લબ એટલે કે એડલ્ટ ક્લબ તરીકે ઓળખાય છે. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોટા અવાજવાળા મ્યૂઝિકના શોરમાં એક સ્ટ્રિપર ડાન્સ કરી રહી છે અને ડિમ લાઈટ વચ્ચે કે એલ રાહુલ પણ ક્લબમાં બેસીને પાર્ટી એન્જોય કરી રહ્યો છે. તેનો આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મજેદાર રિએક્શન પણ જોવા મળી રહ્યા છે.

https://twitter.com/balltamperrerr/status/1662130278427693059?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1662130278427693059%7Ctwgr%5E2ed59af30f84cc5e909fd109e12824dac3705cb0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fsports%2Fkl-rahul-seen-in-adult-theme-club-of-london-video-gone-viral-on-social-media-270882

ફેન્સ ચોંકી ગયા :

કે એલ રાહુલને ક્લબમાં જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા. કેટલાક લોકોએ તો પૂછી પણ લીધુ કે તે ઈજાગ્રસ્ત હતો તો ક્લબમાં કેવી રીતે આવ્યો? કેટલાક લોકોએ ફની રિએક્શન પણ આપ્યા અને લખ્યું કે કે એલ રાહુલ અહીં પણ ખુશ નથી. કેટલાક લોકોએ ટ્રોલર્સનો જવાબ આપતા લખ્યું કે ભાઈ ઓછામાં ઓછી ઈન્જરીમાં તો રાહુલને એકલો છોડો અને રિકવર થવા દો. મેદાનથી બહાર તે ગમે તે કરે.

અત્રે જણાવવાનું કે ઈજાના કારણે કે એલ રાહુલ ૦૭ જૂનથી શરૂ થતી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં રમી શકશે નહીં. કે એલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. હાલ કે એલ રાહુલ સર્જરી બાદ રિકવર થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

Share This Article