HomeGujaratપાકિસ્તાનનો સ્કોર-42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ,ભારતીય ટીમની શાનદાર ફિલ્ડિંગ

પાકિસ્તાનનો સ્કોર-42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ,ભારતીય ટીમની શાનદાર ફિલ્ડિંગ

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

ભારત VS પાકિસ્તાનની મેચ જબરદસ્ત જોશમાં ચાલી રહી છે. ટૉસ જીતીને ટીમ ઈન્ડિયાએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાની શાનદાર ફિલ્ડિંગે પાકિસ્તાનને ૧૯૧ રનમાં ઓલ આઉટ કરી. હવે ભારતને જીત માટે ૧૯૨ રન બનાવવાનાં રહેશે.

પહેલી ૨થી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો હતો. મહોમ્મદ સિરાજે પહેલી વિકેટ શફીકની લીધી. LBW થયેલા શફીક બાદ ક્રિઝ પર બાબર આઝમ આવ્યાં હતાં. હાર્દિક પંડ્યાએ ઓપનર ઈમામ ઉલ હકને કેચ આઉટ કર્યો. તેણે 38 બોલમાં 36 રન બનાવ્યાં હતાં. આ બાદ પાકિસ્તાનનાં બાબર અને રિઝવાનની જોડીએ ટીમ માટે સારો સ્કોર બનાવ્યો પણ આ જોડી પણ થોડીવારમાં ભારતીય ખેલાડી સિરાજે બ્રેક કરી.

મહોમ્મદ સિરાજે પાકિસ્તાની બેટ્સમેન બાબરને ૫૦ રન પર આઉટ કરાવ્યું. જે બાદ બુમરાહે મોહમ્મદ રિઝવાનને 49 રન પર વિકેટ આઉટ કર્યું. આ મોટી વિકેટો બાદ તો પાકિસ્તાનની ટીમ નબળી પડી હતી. શકીલ, અહમદની વિકેટ કુલદીપ યાદવે એક જ ઓવરમાં લઈ લીધી. આ જબરદસ્ત વિકેટ બાદ ફરી બુમરાહે શાદાબ ખાનને 2 રન આપીને આઉટ કર્યાં. 8મી વિકેટ હસન અલીની રવિન્દ્ર જાડેજા દ્વારા લેવામાં આવી. શુભમન ગિલ ગ્વારા હસન કેચ આઉટ થયાં.

પાકિસ્તાનની ટીમ 191 રન પર ઓલ આઉટ થઈ. પાક. ખેલાડી હરીફની છેલ્લી અને નવમી વિકેટ જાડેજા દ્વારા લેવામાં આવી.  ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories