મોદી સ્ટેડિયમમાં દર્શકો બિમાર, મેચ દરમિયાન 108 ઇમર્જન્સીને 150થી વધુ વધુ કોલ મળ્યા

Share this story

ભારત-પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જંગ જામ્યો છે. મેચને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો બિમાર થવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં અંદાજે ૧૫૦ જેટલા લોકો બિમાર થયા હોવાનાં કોલ ઈમરજન્સી ૧૦૮ ને મળવા પામ્યા છે.

જેમાં મોટા ભાગે બેભાન થવું, માથુ દુખવું તેમજ ધ્રુજારી થવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં અમુકને સ્ટેડિયમમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જ્યારે ૪ દર્દીઓ ગંભીર જણાતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

અમદાવાદમાં સવારે ૧૦ વાગ્યે તાપમાનનો પારો ૩૧ ડીગ્રી હતો અને પવનની ગતિ  ૯ Kmph હતી. તેમજ ભેજનું પ્રમાણ પણ ઘટી ગયું હતું. જ્યારે અગિયાર વાગ્યાથી તાપમાનમાં વધારો થતાં ૩૨ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેથી સ્ટેડિયમમાં લોકોને ગરમીનો અહેસાસ થયો હતો. ગરમીના માહોલની વચ્ચે કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થાય તો ઇમરજન્સી માટે સ્ટેડિયમમાં કુલ ૧૨ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. સ્ટેડિયમમાં આઈસીયુ બેડ સાથેની મીની હોસ્પિટલ ઊભી કરાઈ છે. જેમાં વેન્ટિલેટર સાથેના ૬ બેડ મૂકવામાં આવ્યા છે. ડોક્ટર, નર્સ સહિત ૫૪ સભ્યોની ટીમ મેચ દરમિયાન સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે

આ પણ વાંચો :-