જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના કાફલાની કારની અકસ્માત થયો છે. શુક્રવારે બપોરે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દૌસા નજીક આ અકસ્માત થયો હતો. ફારુક અબ્દુલ્લા અજમેર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તેઓ ખવાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહ પર જિયારત કરવા જઈ રહ્યા હતા.
ફારુક અબ્દુલ્લા તેમના કાફલા સાથે અજમેર જવા નીકળ્યા હતા ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર તેમના કાફલાની કાર અચાનક રસ્તા પર આવી ગયેલી નીલ ગાયથી ટકરાઇ ગઇ હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું છે. પણ ફારુક અબ્દુલ્લા સુરક્ષિત છે. તેમને કોઈ ઈજા નથી થઈ.
મળતી માહિતી મુજબ ફારુક અબ્દુલ્લાના કાફલામાં સામેલ એસ્કોર્ટ કાર દિલ્હી પોલીસની છે. કારનો અકસ્માત સામે અચાનક નીલ ગાય આવી જવાથી થયો હતો. અકસ્માતને કારણે એસ્કોર્ટ કારને પણ નુકસાન થયું છે.
આ પણ વાંચો :-