Sunday, Mar 23, 2025

ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ

3 Min Read

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં મેધરાજાની ધમાકેદારી બેટિંગ બાદ, હવે સપ્ટેમ્બર મહિનામાં પણ મેઘરાજાની ધમાકેદારી બેટિંગની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.

IMD predicts heavy rainfall in these states till July 8; yellow alert issued for Delhi - BusinessToday

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાય રહ્યો છે. તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓલણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસ્યા હોવાથી ગામની આશ્રમ શાળામાં ફસાયેલા બાળકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, નર્મદા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી સોનગઢથી વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે સોનગઢ સુરત હાઈવેમાં પાણી ભરાયા છે. જ્યારે બીજી બાજુ ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતાં થયા હતા. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઇંચ, ડાંગ-આહવામાં 3.14 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ, લુણાવાડામાં 2 ઇંચ, વાંસદામાં 1.8 ઇંચ વરસાદ વરસ્યો છે. દાહોદની માછણ નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બચાવ કામગીરી માટે એસડીઆરએફ અને એનડીઆરએફની 40 ટીમ તૈનાત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વીજ સેવા ખોટવાઈ ગઈ છે. જન-જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ સેનાની ત્રણ પાંખોને હેલિકોપ્ટર, ડ્રોન, બોટ અને ટ્રેક્ટર્સ મારફત રાહત સેવાઓ પહોંચાડવા નિર્દેશ કર્યો છે. પુરના લીધે તેલંગાણાને ત્રણ દિવસમાં 5438 કરોડનું નુકસાન થયુ છે.

અતિભારે વરસાદને કારણે ગુજરાતમાં પણ પૂર આવ્યું હતું. 200થી વધુ તાલુકાઓ પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. હવામાન વિભાગે આગામી 3 દિવસ ફરીથી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યની 10 નદીઓ અને 100થી વધુ તળાવો છલકાઈ ગયા છે. 100થી વધુ રસ્તાઓ બ્લોક છે. માત્ર વડોદરામાંથી જ 20 હજાર લોકોને બચાવીને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે 3 સપ્ટેમ્બરે અતિભારે વરસાદને પગલે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article