Doing this setting will increase the speed of WiFi
- Wifi Speed Hacks : ઘણી વખતે એવું થાય છે કે વાઈફાઈની સ્પીડ થોડા દિવસમાં જ સ્લો થઈ જાય છે. તેના કારણે નોર્મલ વિડિયો ડાઉનલોડ કરવામાં પણ સમસ્યા થતી હોય છે.
આજના સમયમાં ઘરમાં વાઈફાઈ (Wifi) હોવું એ ખૂબ જ જરૂરી થઈ ગયું છે. મોટાભાગના લોકો પોતાના ઘરમાં વાઇફાઇ રાખતા હોય છે. વાઈફાઈ રાખવાથી એક વખત તમારે બે થી ચાર હજારનો ખર્ચ થાય છે પરંતુ ત્યાર પછી પરિવારના બધા જ લોકો ઈન્ટરનેટનો (Internet) ઉપયોગ સરળતાથી કરી શકે છે. પરંતુ ઘણી વખતે એવું થાય છે કે વાઈફાઈની સ્પીડ થોડા દિવસમાં જ સ્લો થઈ જાય છે. તેના કારણે નોર્મલ વિડિયો (Normal video) ડાઉનલોડ કરવામાં પણ સમસ્યા થતી હોય છે.
સ્પીડ વારંવાર ડાઉન થઈ જવાથી તમે બરાબર રીતે ઈન્ટરનેટ નો ઉપયોગ કરી શકતા નથી. તેમાં પણ જ્યારે તમે કોઈ મહત્વનું કામ કરતા હોય ત્યારે વાઈફાઈની સ્પીડ ઘટી જાય કે વાઈફાઈ બંધ થઈ જાય તો ખૂબ જ મુશ્કેલી થાય છે. ત્યારે તમને આજે એવી ટિપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી તમારા વાઈફાઈની સ્પીડ અનેક ઘણી વધી જશે.
વાઈફાઈનું લોકેશન બદલો
જો વાઈફાઈની સ્પીડ વારંવાર ઘટી જતી હોય તો શક્ય છે કે તમારા વાઈફાઈનું લોકેશન બરાબર ન હોય. વાઈફાઈની સ્પીડ બરાબર રહે તે માટે જરૂરી છે કે વાઈફાઈના રાઉટર નું લોકેશન યોગ્ય હોય. રાઉટર યોગ્ય જગ્યાએ નહીં હોય તો તમને ઈન્ટરનેટની સ્પીડ બરાબર મળશે નહીં. તેથી સૌથી પહેલા ઘરમાં જે બેસ્ટ લોકેશન હોય તેવી જગ્યાએ રાઉટર લગાવો. રાઉટર ને ઘરમાં ઊંચાઈ પર લગાવવું જેથી ઈન્ટરનેટની સ્પીડ આખા ઘરમાં બરાબર રીતે મળે.
ઓપ્ટિમાઈઝેશન જરૂરી
ઘણી વાઈફાઈ સર્વિસ પ્રોવાઈડ કરતી કંપની વાઈફાઈ કનેક્શન સાથે એપ પણ ઓફર કરે છે. જો તમારા વાઈફાઈનું કનેક્શન સ્લો હોય તો તમે એપ નો ઉપયોગ કરીને ઈન્ટરનેટની સ્પીડ વધારી શકો છો. જેમકે એરટેલ કંપની પોતાની ફાઈબર સર્વિસમાં એપની ઓફર કરે છે જેમાં ઓકટેમાઈઝેશન નો ઓપ્શન હોય છે. આ વિકલ્પને પસંદ કરીને તમે સ્પીડને વધારી શકો છો.
આ પણ વાંચો :-