Saturday, Sep 13, 2025

જયા કિશોરીનું સાચું નામ તમે જાણો છો ? લગ્ન માટે તેમણે મૂકી છે આ ખાસ શરત

2 Min Read

Do you know Jaya Kishori’s real name?

  • જયા કિશોરી દેશના પ્રભાવશાળી મોટીવેશનલ સ્પીકર અને કથાવાચકોમાંથી એક છે. તે તેમની સાદગી માટે પણ જાણીતી છે. જયા કિશોરીના લગ્નની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. આ વખતે તેમનું નામ છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણક શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે.

જયા કિશોરી (Jaya Kishori) દેશના પ્રભાવશાળી મોટીવેશનલ સ્પીકર (Magnification Speaker) અને કથાવાચકોમાંથી એક છે. તે તેમની સાદગી માટે પણ જાણીતી છે. જયા કિશોરીના લગ્નની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. આ વખતે તેમનુ નામ છતરપુર સ્થિત બાગેશ્વર ધામના (Bageshwar Dham) ધીરેન્દ્ર કૃષ્ણક શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે. આ અફવા પર નારાજગી વ્યક્ત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Dhirendra Shastri) તેને ખોટી ગણાવી છે. આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે લગ્ન વિશે જયા કિશોરીનો શું મંતવ્ય છે?

થોડા દિવસો પહેલા જયા કિશોરીએ એક ખાનગી ચેનલ આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન વિશે ઘણી વાતો જણાવી. સાથે જ લગ્નને લઈ એક શરત પણ રાખી હતી. તે ફક્ત તેને જ જીવન સાથી બનાવવાનું વિચારી શકે છે જે આ શરત પૂરી કરે છે.

જયા કિશોરી શરત એ છે કે જ્યાં તેમના લગ્ન થાય ત્યાં તેમના માતાપિતા પણ તેમની આસપાસ શિફ્ટ થઈ જાય. ખરેખર જયા કિશોરી તેમના માતાપિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેમનાથી દૂર રહેવા માગતા નથી. તેણે એમ પણ કહ્યું કે તે કોલકાતામાં લગ્ન કરે તો સારું રહેશે. કારણ કે માતાપિતા પણ ત્યાં રહે છે.

જયા કિશોરીનો જન્મ જુલાઈ 1995માં રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો. તેમનું મૂળ નામ જયા શર્મા છે. લોકો તેમને ‘કિશોરીજી’ના નામથી પણ ઓળખે છે. તેમના પિતાનું નામ શિવશંકર શર્મા છે. તેમની એક બહેન પણ છે. જેમનું નામ ચેતના શર્મા છે.

મીડિયા અહેવાલ અનુસાર જયા કિશોરી કરોડપતિ છે. તેમની પાસે 4થી 5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમનું કામ કથા વાચન અને મોટીવેશનલ સ્પીચ આપવું છે.

આ પણ વાંચો :-

Share This Article