Saturday, Sep 13, 2025

આટલી ડ્રાઈવ છતાં નબીરાઓને કાબૂમાં રાખવામાં પોલીસ નિષ્ફળ : ઓવરસ્પીડિંગ સાથે જોખમી સ્ટંટ કરનારનો વીડિયો વાયરલ

2 Min Read
  • Surat Viral Video News : સુરતમાં વધુ એક નબીરાનો બેફામ કાર ચલાવતો વીડિયો વાયરલ, નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી જોખમી રીતે રિક્ષાને કરી ઓવરટેક.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે. ફૂલ સ્પીડમાં ગાડીઓ ચાલવવાના શોખીનો અકસ્માતના બનાવો પરથી જરા પણ શીખ લેવા તૈયાર ન હોય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યાં હોય તેવા અવાર નવાર વીડિયો સામે આવી રહ્યા છે.

ત્યારે આવો વધુ એક વીડિયો સુરતથી સામે આવ્યો છે. પૂરઝડપે કાર ચલાવતા નબીરાનો વીડિયો વાયરલ થયો છે. જો કે વાયરલ વીડિયો ક્યાં વિસ્તારનો છે તે અંગે પુષ્ટિ થઈ નથી.

૧૦૦થી વધુ સ્પીડે કાર ચલાવી :

ક્રીશ પોલારા નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓવરસ્પીડિંગ કરતા નબીરાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કારચાલક પૂરપાટ ઝડપે જોખમી કાર ચલાવી રહ્યો છે. કાર ચાલક ૧૦૦થી વધુની સ્પીડે રિક્ષાને ઓવરટેક કરતો જોવા મળી રહ્યો છે. કારમાં સવાર કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વીડિયો વાયરલ થતાં સુરત પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ થઈ રહ્યા છે.

નબીરા સામે કાર્યવાહીની માગ :

ગુજરાતમાં નબીરાઓને પોલીસનો જરાય ડર ન હોય તેવી રીતે વાહન ચલાવતા હોય તેવા વીડિયો સામે આવી રહ્યાં છે. આવા નબીરાઓ સામે કાર્યવાહીની લોકો માંગ પણ કરી રહ્યાં છે. ખાસવાત એ છે કે થોડા દિવસ અગાઉ ભયાનક અકસ્માત સર્જાયા બાદ પણ સ્ટંટબાજો બેખોફ બન્યા છે.

આ પણ વાંચો :-

Share This Article