Sunday, Mar 23, 2025

ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો

1 Min Read

સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન(ST)ના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી છે. હાલ ચૂકવાતાં ભથ્થાંના એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

AMC કમિશનર સાથેની બેઠક બાદ ગુજરાતમાં ST બસ સેવા સ્થગિત કરાશે -

રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસ.ટી. નિગમના કર્મચારીઓને વર્તમાન સમયમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરી હવેથી 46% મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય સ્વાગત યોગ્ય છે. આ નિર્ણય થકી કુલ ₹125 કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને પ્રાપ્ત થશે.’

તેમણે વધુમાં જણાવ્યું છે કે રાત-દિવસ પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઉત્કૃષ્ટ જવાબદારી નિભાવનાર એસ.ટી. નિગમના સર્વે કર્મચારીઓના જીવન ધોરણને વધુ સરળ અને સમૃદ્ધિમય બનાવવા ગુજરાત સરકાર નિરંતર પ્રયાસરત છે.

આ પણ વાંચો :-

Share This Article