Sunday, Mar 23, 2025

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ પરિવારને કોર્ટે આપી રાહત

3 Min Read

લાલુ પ્રસાદ યાદવ પરિવારને લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટે મોટી રાહત આપી છે. લાલુ પ્રસાદના બંને પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપને દિલ્હીના રાઉ એવન્યૂ કેસમાં સોમવારે કોર્ટે જામીનઆપ્યા હતા. ન્યાયાધીશ વિશાલ ગોગને આરોપીઓને એક-એક લાખ રૂપિયાના જામીન પર રાહત આપી છે. કોર્ટે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આરોપીઓની તપાસ દરમિયાન ધરપકડ કરવામાંઆવી નહોતી. કેસની આગામી સુનાવણી 25 ઓક્ટોબરે થશે.

Land-for-job scam: Lalu, family to be produced before Delhi court

કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, સમન્સ પાઠવ્યા બાદ તમામ આરોપીઓ હાજર થયા છે. તમામ આરોપીઓએ જામીન અરજી કરી છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 25મી ઓક્ટોબરે થશે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે લેન્ડ ફોર જોબ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ કહ્યું કે, આ મામલો રાજકીય છે. આ કેસમાં કોઈ યોગ્યતા નથી આ અમારી વિરુદ્ધ ષડયંત્ર છે. કોર્ટમાં વિશ્વાસ છે. તેમણે અમને જામીન આપ્યા છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.

આ કેસમાં તેજ પ્રતાપ યાદવ પ્રથમવાર કોર્ટમાં રજૂ થયા હતા. રવિવારે લાલુ પ્રસાદ યાદવ તેમની પુત્રી રોહિણી અને મીસા સાથે દિલ્હી પહોંત્યા હતા. આ દરમિયાન લાલુ વ્હીલચેર પર નજરે પડ્યા હતા. દિલ્હી પહોંચતા જ તેમણે નીતીશકુમારને આડે હાથ લેતાં કહ્યું, તેમનું દિમાગ ઠીક નથી. જે રીતે હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડિયા ગઠબંધનની જીતી રહી છે, તેવી જ રીતે ઝારખંડઅને મહારાષ્ટ્રમાં પણ જીતીશું અને આવી જ રીતે બિહારમાં પણ ઈન્ડિયા ગઠબંધનની જીત થશે.

આરોપ છે કે લાલુ પ્રસાદ 2004 થી 2009 વચ્ચે દેશના રેલ્વે મંત્રી હતા તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને જમીનના બદલામાં રેલ્વેમાં ગ્રુપ ડીની ભરતીમાં ઘણા લોકોને નોકરી અપાવી. આરોપ છે કે, આ જમીનો રાબડી દેવી અને તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવના નામે કરવામાં આવેલા ડીડ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી. CBIએ દાવો કર્યો હતો કે, આવી નિમણૂંકો માટે કોઈ જાહેરાત અથવા કોઈ જાહેર સૂચના જાહેર કરવામાં આવી નથી તેમ છતાં નિમણૂક કરનારાઓ, પટનાના રહેવાસીઓને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં અવેજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED આ મામલાની તપાસ કરી રહી છે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને હાજર થવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article