મહારાષ્ટ્રના અમરાવતીમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો છે. અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો છે. 50 મુસાફરોને લઈને જઈ રહેલી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે અન્ય મુસાફરોને ઈજા થઈ છે. માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલ મુસાફરોને બસમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.
માહિતી મળ્યા બાદ પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. આ અકસ્માતમાં 25 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં એક સગીર અને બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મહિલાઓની ઓળખ 65 વર્ષીય ઈન્દુ સમાધાન ગંત્રે અને 30 વર્ષીય લલિતા ચિમોટે તરીકે થઈ છે.
મેલઘાટમાં વળાંકવાળો રસ્તો હોવાને કારણે ડ્રાઈવરે બસ પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. જેને પગલે બસ ખાઈમાં પડી હતી. હાલ બચાવ કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સેમાડોહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ભયાવહ દુર્ઘટનામાં હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે NDRFની ટીમને પણ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
આ પણ વાંચો :-