Badrinath Dham : બદ્રીનાથ ધામના આ રહસ્યો વિશે નહીં જાણ્યું હોય આજ સુધી

Share this story

Badrinath Dham 

  • Badrinath Dham : દરેક હિન્દુ પોતાના જીવનકાળમાં એક વખત બદ્રીનાથના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. ચારધામોમાંથી એક એવું બદ્રીનાથ ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના દ્વાર દર વર્ષે ખુલે છે ત્યાર પછી મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ અહીં દર્શન કરવા પહોંચે છે. ભગવાન બદ્રીનાથના દ્વાર બંધ થાય અને ખુલે ત્યારે ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવે છે.

ભગવાન બદ્રીનાથના (Lord Badrinath) મંદિરના દ્વાર આજે ભક્તો માટે ખુલ્યા છે. મંદિરના દ્વાર 6 મહિના પછી ખુલ્યા છે. દેશના પ્રમુખ વિષ્ણુ મંદિરોમાંથી એક ભગવાન બદ્રી વિશાલનું (Badri Vishal) આ મંદિર છે. દરેક હિન્દુ પોતાના જીવનકાળમાં એક વખત બદ્રીનાથના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. ચારધામોમાંથી એક એવું બદ્રીનાથ ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.

મંદિરના દ્વાર દર વર્ષે ખુલે છે ત્યાર પછી મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ અહીં દર્શન કરવા પહોંચે છે. ભગવાન બદ્રીનાથના દ્વાર બંધ થાય અને ખુલે ત્યારે ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવે છે. આ સાથે જ મંદિર સાથે કેટલાક રહસ્ય પણ જોડાયેલા છે. તો ચાલો તમને જણાવીએ બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલા રહસ્યો વિશે.

ભગવાન બદ્રીનાથનું મંદિર ભક્તો માટે છ મહિના જ ખુલે છે. અન્ય છ મહિના દરમિયાન અહીં એટલી બરફ વર્ષા થાય છે કે અહીં જવું શક્ય નથી હોતું.

– બદ્રીનાથ મંદિરમાં ભગવાન બદ્રી વિશાલ ની સામે એક દીવો પ્રજવલિત રહે છે. મંદિરના દ્વાર જ્યારે છ મહિના સુધી બંધ હોય છે ત્યારે પણ આ દીવો બુજાતો નથી.

ભગવાન બદ્રીનાથની મૂર્તિને લેપ કરવા માટે અને સતત પ્રજ્વલિત રહેતા દીવા માટે તેલ દર વર્ષે તીહરીના રાજમહેલમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કાઢે છે. તેલ કાઢવાની આ પ્રક્રિયા મહારાણીની આગેવાનીમાં થાય છે.

બદ્રીનાથ ધામમાં ભગવાન બદ્રી વિશાલ ની જે ધ્યાન મુદ્રાવાળી મૂર્તિ છે તેના વિશે માન્યતા છે કે તે શાલીગ્રામ શીલામાંથી બનેલી છે. આ મૂર્તિને આદિ શંકરાચાર્યએ પોતાના યોગ બલથી શોધી અને મંદિરમાં વિધિ વિધાનથી સ્થાપિત કરાવી હતી. સાથે જ તેની નિરંતર પૂજા થાય અને સુરક્ષા થાય તે માટે જ્યોતિરમઠની સ્થાપના કરી હતી.

બદ્રીનાથ ધામમાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવા માટે દક્ષિણ ભારતના કેરળથી પૂજારી આવે છે. મંદિરમાં પૂજા કરવાનો અધિકાર માત્ર તેમને હોય છે. ભગવાન બદરી વિશાલ ની પૂજા કરવાનો અધિકાર શંકરાચાર્યએ તેમને આપ્યો હતો.

– સમુદ્રની સપાટીથી 3000 ફીટ ઊંચાઈએ આવેલા ભગવાન બદ્રીનાથના આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે એક દિવસ નર અને નારાયણ પર્વત એક થઈ જશે. જેના કારણે બદ્રીનાથ ધામ જવાનો રસ્તો બંધ થઈ જશે. આવું થશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોને ભવિષ્યબદ્રિ નામના તીર્થ પર દર્શન આપશે.

– બદ્રીનાથ મંદિરમાં નર અને નારાયણના વિગ્રહની પૂજા થાય છે. તેના વિશે એવું કહેવાય છે કે જે વ્યક્તિ અહીં આવીને દર્શન કરે છે તેને ફરીથી પૃથ્વી પર જન્મ લેવો પડતો નથી એટલે કે તેને જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્તિ મળે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Gujarat Guardian તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-