આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. આતિશી અત્યાર સુધી અરવિંદ કેજરીવાલની સરકારમાં શિક્ષણ, પીડબલ્યુડી સહિત અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળી રહ્યા હતા. એ યાદ અપાવવું જરૂરી છે કે અરવિંદ કેજરીવાલે ગયા રવિવારે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે અને દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા લોકો વચ્ચે જશે.
મંગળવારની સવાર દિલ્હીવાસીઓ માટે એક મોટા સમાચાર લઇને આવી છે. આજે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને વિધાનસભ્ય દળની બેઠક મળી હતી જેમા દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. અરવિંદ કેજરીવાલે બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર ધારાસભ્યોએ મંજૂરી આપી દીધી હતી.
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી બનવામાં રસ નથી. જોકે, હવે આતિશીનું નામ જાહેર થઇ ગયું છે. આતિશીએ દિલ્હીની શિક્ષણ નીતિ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આતિશીને કેજરીવાલ અને સિસોદિયા બંનેના વિશ્વાસુ માનવામાં આવે છે. લગભગ 18 વિભાગો સંભાળી રહેલા આતિશીને હવે વહીવટનો સારો અનુભવ છે. તે મીડિયાની સામે પાર્ટીનું સ્ટેન્ડ જોરદાર રીતે રજૂ કરી રહી છે. આતિશીને મુખ્યમંત્રી બનાવીને કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા અડધી વસ્તીને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
આતિશી પહેલા જે બે મહિલાઓ મુખ્યમંત્રી બની હતી, તેમાં ભાજપના સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસમાંથી શીલા દીક્ષિતનો સમાવેશ થાય છે. જેમાં શીલા દીક્ષિતે 3 ટર્મ એટલે કે 15 વર્ષ સુધી શાસન કર્યું હતું. આ બાદ અન્ના આંદોલન બાદ દિલ્હીમાં સત્તા પરિવર્તન થયું હતું અને કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, તેઓ માત્ર 48 જ મુખ્યમંત્રી રહ્યા હતા અને ફરીથી ચૂંટણી કરતા પૂર્ણ બહુમન સાથે સત્તામાં પરત ફર્યા હતા.
આ પણ વાંચો :-