એક તરફ વરસાદને લીધે રેલવેને થોડી ઘણી અસર થઈ છે ત્યારે બીજી બાજુ રેલવે વિવિધ સમારકામ હાથ ધરતી હોય છે, તેને લીધે પણ ટ્રેનસેવાઓને અસર થયા કરે છે. હાલમાં મહારાષ્ટ્રના દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ના નાગપુર મંડળ માં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન ઇન્ટરલોકીંગ કાર્ય ના કારણે, અમદાવાદ મંડળમાંથી ઉપડતી અથવા પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ સાથે ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ ચાલી રહેલા કામને લીધે અમદાવાદ આવતી અમુક ટ્રેનસેવાને અસર થશે. તો જાણી લો વિગતો.
રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
- 10 અને 11 ઓગસ્ટ 2024ના રોજ હાવડાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ.
- 13 અને 14 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન સંખ્યા12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ.
- 16 ઓગસ્ટ 2024 ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12993 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ.
- 19 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12994 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ
- 10 અને 17 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ.
- 12 અને 19 ઓગસ્ટ 2024ના રોજ બિલાસપુરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ.
- 18 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ.
- 20 ઓગસ્ટ 2024 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ.
- 14 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22973 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ.
- 17 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22974 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ.
લખનઉથી આવતી ટ્રેનસેવાને પણ થશે અસર
- ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09417 અમદાવાદ દાનાપુર સ્પેશલ પરિવર્તિત માર્ગ વાયા ઉન્નાવ- ડલમઉ-રાયબરેલી-પ્રતાપગઢ-વારાણસી ના રસ્તે ચાલશે.
- ઓગસ્ટ, 2024ના રોજ, દાનાપુરથી ચાલતી ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશલ પરિવર્તિત માર્ગ વાયા પંડિત દીનદયાલ ઉપાધ્યાય-મિર્ઝાપુર-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.
- ઓગસ્ટ 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 09405 સાબરમતી-પટણા સ્પેશલ પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ-મિર્ઝાપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના રસ્તે ચાલશે.
આ પણ વાંચો :-