Sunday, Sep 14, 2025

રખડતા પશુઓના આતંકનો વધુ એક વીડિયો આવ્યો સામે ! ગાયે પહેલા બાળકને દોડાવ્યો પછી રગદોળ્યો, સ્થાનિકો આવી જતા બચ્યો જીવ

3 Min Read
  • રાજ્યમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે. જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.

પાલનપુરમાંથી આજે કંઈક આવાં જ દૃશ્યો સામે આવ્યાં છે. જ્યાં શેરીમાં ઊભેલા એક બાળકને ગાયે શિંગડે ચડાવીને રગદોળી નાખ્યો હતો. જો કે સ્થાનિકો દોડી આવતાં બાળકનો જીવ બચી ગયો છે. ગાયે બાળકને રગદોળ્યો એના સીસીટીવી પણ સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સાથે જોવા મળી રહ્યો છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આજે સલેમપુરા વિસ્તારમાં આવેલી નવી મસ્જિદ પાસે ગાયે બાળકને પાછળ પડીને રગદોળી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ મહામુસબીતે બાળકને છોડાવ્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે.

સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે બે મહિલાઓ સાથે એક બાળક શેરીમાં જઈ રહ્યો હોય છે. ત્યારે પાછળથી એક ગાય આવે છે. જે પ્રથમ મહિલાને અડફેટે લેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ મહિલા લાંબો હાથ કરતાં અને ખસી જતાં ગાય આગળ નીકળી જાય છે.

ત્યારે બાળક શેરીની એક બાજુની દીવાલને અડીને ઊભો રહે છે. જો કે આગળ ગયેલી ગાય પરત આવીને બાળકને શિંગડે ચડાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે બાળક ભાગવાનો પ્રયત્ન કરે છે પરંતુ પડી જાય છે. જો કે માંડ માંડ ઊભો થઇને બીજી તરફની દીવાલે જાય છે. પણ ગાય પાછળ જ પડી હોય છે. અંતે બાળક પડી જાય છે અને શિંગડે ચડાવ્યા બાદ બાળકને રગદોળે છે.

બાળકને ગાય પગથી રગદોળતી હોય છે ત્યારે મહિલાઓ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે. જોકે નાકામ રહે છે. જેથી મહિલાઓ બૂમાબૂમ કરે છે. જે સાંભળીને આજુબાજુના સ્થાનિકો દોડી આવે છે અને ગાયની ચુંગાલમાંથી બાળકને માંડ માંડ છોડાવે છે. સીસીટીવીમાં જોવા મળ્યા મુજબ બાળક મોતના મુખમાંથી બહાર આવતો હોય એવું લાગે છે. જો થોડી વાર માટે પણ સ્થાનિકો દોડી ન આવ્યા હોત તો આ ઘટનામાં બાળકનો જીવ જઇ શકતો હતો. જો કે સદનસીબે બાળકનો જીવ બચી જાય છે.

આ પણ વાંચો :-

Share This Article