તિરુવનંતપુરમથી મસ્કત જઈ રહેલા એર ઈન્ડિયા એકસપ્રેસ પ્લેનને ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં રનવે પર પાછું લેન્ડ કરવું પડ્યું હતું. વાસ્તવમાં પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. પ્લેનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હોબાળો મચી ગયો હતો. વિમાને તરત જ તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ વિમાનમાં સવાર 148 મુસાફરોના શ્વાસ રૂંધાઈ ગયા હતા.
એર ઈન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ ધુમાડી દેખાવા લાગ્યો હતો. આ પછી પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. મુસાફરોની આગળની મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્લેનમાં ધુમાડો કયા કારણોસર થયો તે જાણવા માટે ટેકનિકલ તપાસ કરવામાં આવશે. એર ઈન્ડિયા એકસપ્રેસે મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો :-