Thursday, Oct 23, 2025

નોરા ફતેહી સાથે અક્ષય કુમારનો રોમેન્ટિક VIDEO વાયરલ થતા ફેન્સે લીધી ભરપૂર મજા, જુઓ વિડીયો

3 Min Read

Akshay Kumar’s romantic video with Nora Fatehi

  • અભિનેત્રી નોરા ફતેહી અને અક્ષય કુમારનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ગ્રીન ગાઉનમાં નોરાએ એવી કામણગારી અદા બતાવી કે અક્ષયના દિલના ધબકારા વધી ગયા.

તુમ હુસ્ન પરી…. તુમ સબસે હસીન… તુમ સબસે જવાં…. નોરા ફતેહીની (Nora Fatehi) અદાઓને જોઈને કોઈ પણ વ્યક્તિ આ કહેશે. અભિનેત્રી નોરા ફતેહી અને અક્ષય કુમારનો (Akshay Kumar) એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંનેની રોમેન્ટીક કેમેસ્ટ્રી દેખાઈ રહી છે.

અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અક્ષય અને નોરાને ‘કુડિએ ની તેરે’ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ ગીતમાં અક્ષય કુમાર ફૂલ બ્લેક કલરના કપડામાં છે તો ગ્રીન ગાઉનમાં નોરા ફતેહી કોઈ પણ પરીથી ઓછી સુંદર લાગતી નથી. ગીતમાં નોરાના ડાન્સ અને કાતિલ અદાઓ પર પ્રશંસકો ફિદા થઇ રહ્યાં છે.

નોરાની અદા પર ફિદા થયા ખેલાડી કુમાર :

વીડિયોમાં અક્ષય કુમાર નોરાના ડાન્સ સ્ટેપ પર ફિદા છે. તો વાળને લહેરાઈને નોરા જ્યારે પોતાની કમર હલાવે છે તો અક્ષયના દિલના ધબકારા વધી જાય છે. અક્ષયે આ વીડિયોને શેર કરતા લખ્યું છે, ‘અહીં જુઓ નોરા ફતેહી કઈ રીતે કોઈ પણ વાઈબ્સને ફાયર બનાવી શકે છે.

https://www.instagram.com/reel/CofKA5npgT9/?utm_source=ig_embed&utm_campaign=loading

શું શાનદાર વાઈબ છે કુડીએ ની તેરી’ અક્ષય આ ગીત દ્વારા પોતાની આગામી ફિલ્મનુ પ્રમોશન કરી રહ્યાં છે. આ ગીતને 1 કલાકમાં સાડા આઠ લાખથી વધુ લાઈક્સ મળી છે. ગીત પર 6000થી વધુ કોમેન્ટ આવી ગઈ છે.

ટ્વિન્કલ ખન્નાને ટેગ કર્યો વીડિયો :

અક્ષય અને નોરાના આ ડાન્સ વીડિયો પર રિએક્શન આપતા અમુક પ્રશંસકોએ વીડિયોને ટ્વિન્કલ ખન્નાને ટેગ કર્યો છે. પ્રશંસકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યાં છે. એક પ્રશંસકે લખ્યું છે આ વીડિયોને ટ્વિન્કલ મેમને ટેગ કરો. બીજી તરફ એક પ્રશંસકે કોમેન્ટ કરી છે કે ટ્વિન્કલ આ લોકેશન જાણવા માંગે છે. ઘણા યુઝર્સે તેના પર સારી કોમેન્ટ પણ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article