બિહારમાં સેનાનું હેલિકૉપ્ટર ક્રેશ થયું છે. મુજફ્ફરપુરના ઔરાઇમાં રાહત પેકેટ વહેંચવા દરમિયાન હેલિકૉપ્ટર ક્રેશ થયું હતું. ક્રેશ થયેલુ હેલિકૉપ્ટર સીતામઢીથી રાહત સામગ્રી વહેંચીને પરત ફરતું હતું ત્યારે આ દૂર્ઘટનાનો શિકાર બન્યું હતું. દૂર્ઘટના સમયે હેલિકૉપ્ટરમાં બે પાયલોટ સહિત ત્રણ અન્ય વાયુ સેનાના જવાન સવાર હતા.જોકે, તેમનો બચાવ થયો છે.
સમાચાર એજન્સી અનુસાર, ભારતીય વાયુસેનાએ જણાવ્યું એડવાન્સ્ડ લાઇટ હેલિકૉપ્ટરને બિહારના સીતામઢીમાં પુર રિલીફ ઓપરેશન દરમિયાન લેન્ડિંગ કરવી પડી હતી. હેલિકૉપ્ટરમાં બે પાયલોટ સહિત ત્રણ કર્મી સવાર હતા. જોકે, તમામ સુરક્ષિત છે.
બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર છે. નેપાળમાં ભારે વરસાદ અને પૂર પછી, 29 સપ્ટેમ્બરના રોજ કોસી બેરેજ, વીરપુરમાંથી 6,61,295 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 1968 પછી આ સૌથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. આ બેરેજમાંથી 1968માં મહત્તમ 7.88 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ કારણે બિહાર અને યુપીના અનેક જિલ્લાઓમાં પૂરનું સંકટ ઉભું થયું છે.
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, આપત્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી, સીતામઢી અને દરભંગા જિલ્લાના બે જિલ્લાઓમાં પાણીથી ઘેરાયેલા ગામોમાં સૂકા રાશનના પેકેટો છોડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત વસ્તીમાંથી લગભગ 2,26,000 લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF)/નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્થાનિક બોટ દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે વહીવટીતંત્ર પૂરગ્રસ્ત લોકોને બચાવવા માટે એનડીઆરએફની કુલ 16 ટીમો અને એસડીઆરએફની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો :-