Friday, Oct 24, 2025

શહીદોને રૂ.1 કરોડનું વળતર, માજી સૈનિકોને ખેતીની જમીન… જેવી માંગ સાથે સતત બીજા દિવસે સરકાર સામે આંદોલન

2 Min Read

Agitation against government for second

  • હાલમાં ગુજરાતમાં સરકારી કર્મચારીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. આ કડીમાં નિવૃત સૈનિકોએ પણ પોતાની માંગોને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે.

આજે સતત બીજા દિવસે મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો (Veterans) ગાંધીનગર ખાતે એકઠા થયા છે. આજે સતત બીજા દિવસે પૂર્વ સૈનિકોનું આંદોલન યથાવત છે. પૂર્વ સૈનિકો અનામત, ખેતી માટે જમીન, પ્લોટ, પગાર રક્ષણ, હથિયાર નવા લેવા, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સિસ્ટમ (Security Contract System) નાબૂદી, ફિક્સ પ્રથા જેવા અનેક મુદ્દાઓ પર આ આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે સવારથી જ અનેક પૂર્વ સૈનિકો ગાંધીનગરમાં (Gandhinagar) એકઠા થયા છે. આજે સવારથી ફરી નિવૃત સૈનિકોએ ધરણા શરૂ કર્યા છે.

સરકાર જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી આદોલન ચાલુ રહેશે :

માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ અનસન પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે, ‘સરકાર જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી અમારું આદોલન યથાવત રહેશે.’ મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો ગાંધીનગર વિધાનસભાની પાસે આંદોલન કરી રહ્યા છે.

આંદોલન દરમિયાન નિવૃત આર્મીમેનનું મૃત્યુ :

ગતરોજ પણ મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો ગાંધીનગર ખાતે એકઠા હતા. આર્મીના જવાનોએ ચીલોડાથી ગાંધીનગર સુધી માર્ચ કાઢી હતી. તો બીજી તરફ ગાંધીનગર સચિવાલયમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીનગરના ચીલોડા પાસે ધરણા દરમિયાન નિવૃત્ત આર્મી જવાન કાનજીભાઈ મોથલીયાની તબીયત લથડતા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જે બાદ મોટી સંખ્યામાં માજી સૈનિકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં હાજર માજી સૈનિકોએ જણાવ્યું હતું કે, પોલીસના મારથી તેઓનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મૂંઢ મારી પૂર્વ જવાનને ઘાયલ કર્યા હતા. નિવૃત્ત આર્મીમેન સાથે આંતકવાદી જેવો વ્યવહાર થયો હોવાનો આરોપ લાગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article