૨૨મી જાન્યુઆરી સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેંકડો VVIP અને હજારો ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. અયોધ્યા રામ મંદિરના ઉદ્ધાટનને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા પણ ભક્તોને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે દ્વારા અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરતથી આસ્થા’ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ અંગે રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે જાણકારી આપી છે.
- સુરત-અયોધ્યા-સુરત, તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૪ થી શરૂ
- ઇન્દૌર-અયોધ્યા-ઇન્દૌર, તારીખ ૦૩ ફેબ્રુઆરી ૨૪ થી શરૂ
- અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ, તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૪ થી ટ્રેન શરૂ
- ભાવનગર-અયોધ્યા-ભાવનગર, તારીખ ૦૯ ફેબ્રુઆરી ૨૪ થી શરૂ
- રાજકોટ-અયોધ્યા-રાજકોટ, તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૪ થી શરૂ
રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે X પર લખ્યું કે, આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા ન ભારત સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં પર લાખો કરોડો શ્રદ્ધાલુ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે વિવિધ વિસ્તારથી સ્થિત અયોધ્યા માટે આસ્થા ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જે આ પ્રકારે છે.
આ પણ વાંચો :-