આમ આદમી પાર્ટીએ હરિયાણા માટે 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસના બળવાખોર નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે. બરવાલાથી ભાજપના બળવાખોર છત્રપાલ સિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. થાનેસરથી ભાજપના બળવાખોર કૃષ્ણ બજાજ અને બાવલથી કોંગ્રેસના બળવાખોર નેતા જવાહર લાલને ટિકિટ આપી છે.
બીજી તરફ સાઢૌરા બેઠક પરથી રીટા બામણિયા, ઈન્દ્રીથી હવા સિંહ, રતિયાથી મુખત્યાર સિંહ બાઝીગર, આદમપુરથી ભૂપેન્દ્ર બેનીવાલ, ફરીદાબાદથી પ્રવેશ મહેતા અને તિગાંવથી આભાષ ચંદેલાને ટિકિટ આપવામાં આવી છે.
બાવલથી કોંગ્રેસના બળવાખોર જવાહર લાલે ભાજપની ટિકિટ પર 2009ની વિધાનસભા ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા અને લગભગ 14 વર્ષ સુધી પાર્ટી સાથે રહ્યા. પરંતુ આ વખતે કોંગ્રેસ તરફથી ટિકિટ મળવાની કોઈ શક્યતા ન જણાતા તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા. આમ આદમી પાર્ટીએ બાવલથી ટિકિટ આપી છે.
આમ આદમી પાર્ટીએ કલાયત વિધાનસભાથી અનુરાગ ઢાંડા, નારાયણગઢથી ગુરપાલ સિંહ, પૂંડરીથી પૂર્વ મંત્રી નરેન્દ્ર શર્મા, ઘરૌંડાથી જયપાલ શર્મા, અસંધથી અમનદીપ જુંડલા, સમાલખાથી બિટ્ટુ પહેલવાન, ઉચાના કલાંથી પવન ફૌજી અને ડબવાલીથી કુલદીપ ગદરાણાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યાં રાનિયાથી હેપ્પી રાનિયા, ભિવાનીથી ઈન્દુ શર્મા, મહમથી વિકાસ નેહરા, રોહતકથી બિજેન્દ્ર હુડ્ડા, બહાદુરગઢથી કુલદીપ છિક્કારા, બાદલીથી રણબીર ગુલિયા, બેરીથી સોનુ અહલાવત શેરિયા, મહેન્દ્રગઢથી મનીષ યાદવ, નરનૌલથી રવિન્દ્ર મટરુ, બાદશાહપુર, સોહનાથી વીર સિંહ સરપંચ, સોહનાથી ધર્મેન્દ્ર ખટાના અને બલ્લભગઢથી રવીન્દ્ર ફોજદારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-