HomeNationalહેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા

હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે તેમને રાજ્યપાલ સંતોષ ગંગવારે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેનના શપથગ્રહણ સમારોહમાં તેમના પિતા અને ત્રણ વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન પણ હાજર રહ્યા હત. આ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ હાજર રહ્યા હતા.

તેમના શપથ સમારોહમાં ઘણા દિગ્ગજ અને મોટા ચહેરાઓ પણહાજર રહ્યા હતા. I.N.D.I.A. ગઠબંધનના તમામ મોટા નેતાઓ તેમની હાજરી આપશે. જેમાં રાહુલ ગાંધી અને મલ્લિકાઅર્જુન ખડગે જેવા દિગ્ગજો પણ સામેલ છે. એટલું જ નહીં, આ સિવાય પીએમ મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

હાલમાં શપથ ગ્રહણ પહેલા ભારે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. હેમંત જૂથ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર JMM ચીફ જ સીએમ પદના શપથ લેશે, તો બીજી તરફ કોંગ્રેસ કેમ્પ દાવો કરી રહી છે કે અન્ય કેટલાક ધારાસભ્યો પણ મંત્રીપદના શપથ લેવાના છે. આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી તેથી અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. એવી ચર્ચા છે કે કોંગ્રેસ ઘણા મંત્રાલયો પોતાની પાસે રાખવા માંગે છે. કોંગ્રેસના આ વખતે 16 ધારાસભ્યો જીતીને વિધાનસભા પહોંચ્યા છે એટલા માટે તે પોતાની પાસે ઘણાં મંત્રાલય રાખવા માગે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories