આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પરથી એક ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવી. ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા 3 લોકોના મોત નિપજ્યા, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઓવરટેક કરવા જતાં સમયે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે.
રાજ્યમાં સતત ગોઝારા અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરત પાસિંગની કારનો દાદરા નગર હવેલી પાસે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ખુરદો બોલી ગયો હતો અને અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બીજો અકસ્માત આણંદ જિલ્લાના પેટલાદ નજીક સર્જાયો હતો. અહીં ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે ત્યાં જ 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે લક્ઝરી બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાને પગલે એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલીંગ તેમજ પેટલાદ રૂરલ પોલીસની ટીમ દોડી ગઇ હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે મૃતદેહોને પી.એમ માટે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાતા પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટથી સુરત તરફ જતી આ બસની ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે અથડાઈ હતી.
આ પણ વાંચો :-