Saturday, Sep 13, 2025

આતંકવાદી સંગઠને કેનેડામાં ભારતીય ધ્વજનું કર્યું અપમાન, ખાલિસ્તાનીઓએ લગાવ્યા સૂત્રોચ્ચાર

2 Min Read

એક તરફ ભારત કેનેડા વચ્ચે સંબંધ વણસેલા છે તો બીજી તરફ કેનેડામાં ખાલિસ્તાઓ ભારત વિરોધી ગતિવિધિને અંજામ આપવામાં લાગેલા છે. ફરી એકવાર  ખાલિસ્તાન તરફી આતંકવાદી જૂથ SFJએ વેનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટની બહાર ભારત વિરોધી સૂત્રોચ્ચાર શરુ કર્યો છે. આ પ્રકારની ઘટના ત્યાર થઇ રહી છે જયારે ભારત સરકાર રાજદ્વારીઓ અને રાજદ્વારી બિલ્ડીંગની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે કારણ કે વિઝા સેવાઓ ફરી સ્થાપી શકાય.

આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના લોકો એક હાથમાં ખાલિસ્તાનનો ઝંડો અને બીજા હાથમાં કેનેડાનો ધ્વજ લઇ ફોટાઓ પડાવી રહ્યા છે. તસ્વીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ખાલિસ્તાન સમર્થકો ભારતીય ત્રિરંગાનું અપમાન કરી રહ્યા છે અને તેના પર ચંપલ પહેરીને ઉભા છે. અગાઉ પણ આ રીતે આતંકવાદી સંગઠન દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ગયા મહિને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સીની સંડોવણીનો આરોપ મૂક્યો હતો, જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો. ગયા મહિને જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે, બ્રિટિશ કોલંબિયાના ગુરુદ્વારામાં હત્યા કરાયેલા નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના નક્કર પુરાવા છે, પરંતુ આજદિન સુધી કેનેડા કોઈ પુરાવા આપી શક્યું નથી.

આ પણ વાંચો :-

Share This Article