સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર એસ.ટી બસને અકસ્માત નડ્યો હતો. દિયોદર-જૂનાગઢ રૂટની આ બસ રોડની સાઈડના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર ૪૦થી ૫૦ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિયોદર-જૂનાગઢ રૂટની બસનો અકસ્માત વિગતો મુજબ, દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસને સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર અણીન્દ્રા.
સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર એસ.ટી બસને અકસ્માત નડ્યો હતો. દિયોદર-જૂનાગઢ રૂટની આ બસ રોડની સાઈડના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર ૪૦થી ૫૦ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસને સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર અણીન્દ્રા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર દોડતી બસ એકાએક ખાડામાં ઉતરી જતા અંદર બેઠેલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર મોટાભાગના મુસાફરો પોલીસ તાલીમાર્થીઓ હોવાની પણ માહિતી મળી રહી છે.
આ પણ વાંચો :-
- રાજકોટનો યુવાન રાત્રે સુતો, તો સવારે ઉઠ્યો જ નહીં
- સુરતમાં પાંચ વર્ષનો બાળક રમતા-રમતા ૫ સેમીનો સ્ક્રુ ગળી ગયો, ડોક્ટરોના શ્વાસ થઈ ગયા અધ્ધર, જુઓ શું બન્યું