HomeGujaratભારત-પાકિસ્તાન મેચને લઇ અમદાવાદના સાયબર ક્રાઇમ દ્વારા લોકોને ખાસ અપીલ

ભારત-પાકિસ્તાન મેચને લઇ અમદાવાદના સાયબર ક્રાઇમ દ્વારા લોકોને ખાસ અપીલ

Date:

Related stories

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમા લાગેલી આગનું રહસ્ય ખૂલ્યું !

સુરત-કડોદરા રોડ પર સારોલીના કુંભારીયા ત્રણ રસ્તા પાસે આવેલી...

સુરતમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે આટલા લાખનો ‘ખેલ’!

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના...

મહારાષ્ટ્રમાં ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 8 લોકોનાં મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં...

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે...
spot_img

વર્લ્ડ કંપની સિઝન ચાલી રહી છે અને આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને ક્રિકેટરસિકો અધિરા બન્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી વર્લ્ડ કપની મેચમાં દર્શકોને સવારે ૧૦ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

ભારત-પાકિસ્તાન મેચને લઇ સાયબર ક્રાઇમ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં મેચ દરમિયાન કોઇ પણ સમાજની લાગણી દુભાઇ તે પ્રકારની ટિપ્પણી ન કરવા જણાવાયું છે. એટલું જ નહીં કોઇ પણ અફવા કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા એવો પણ અનુરોધ કરાયો કે પર્સ, મોબાઇલ ફોન, કેપ તેમજ જરૂરી દવાઓ જ સ્ટેડિયમમાં લઇ જઇ શકાશે. આ સિવાયની તમામ વસ્તુ સ્ટેડિયમમાં પ્રતિબંધિત રહેશે. સાથે જ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ ન કરવા પણ તાકીદ કરી છે. પોલીસના જણાવાયા અનુસાર સાયબર ક્રાઇમ, શહેર પોલીસ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ જણાવાયું છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img