HomeSurat Cityસુરતમાં નરાધમે સગીરા સાથે કર્યું દુષ્કર્મ

સુરતમાં નરાધમે સગીરા સાથે કર્યું દુષ્કર્મ

Date:

Related stories

સ્વિટ્ઝરલેન્ડ નહીં, ભારતમાં જ છે આ કાચની રેલગાડી!

શું તમે ક્યારેય એવી ટ્રેનમાં બેઠા છો જ્યાં છત...

અહીં બાળકો હિન્દી નહીં, સ્પેનિશમાં આપે છે પોતાનો પરિચય! જાણો આ અનોખા ગામની કહાની

કલ્પના કરો કે ઉત્તર પ્રદેશના એક સામાન્ય ગામમાં પ્રવેશતા...
spot_img

ઓલપાડ તાલુકાના કીમ ગામે એક હવસખોર આધેડે ધોરણ ૮માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય સગીરા  સાથે મરજી વિરૂદ્ધ અવાર નવાર શાસબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી દીધી. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને  ત્યાં આધેડની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. બાળકી ગર્ભવતી છે તેવી માહિતી મળતાં પરિવારને આગાત લાગ્યો હતો.

સુરત જિલ્લાનાં કીમ ગામે એક શ્રમજીવી પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી ૧૪ સગીરા આજથી સાત મહિના અગાઉ એક ભંગારના ગોડાઉન પર પોતાના જૂના પુસ્તકો જમાં કરવામાં ગઈ હતી. તે દરમિયાન ભંગારના ગોડાઉન પર હાજર હવસના ભૂખ્યા ભંગારીએ સગીરાને ૧૦ રૂપિયા આપ્યા અને બીજા ૧૦ રૂપિયા આપવાનું કહી ગોડાઉનની અંદર લઈ ગયો.

ગોડાઉનની અંદર ગયેલી સગીરાનો હવસખોર આધેડે હાથ ખેંચ્યો અને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો.સગીરાએ બુમાં બૂમ કરતા કરતા હવસખોર આધેડે સગીરાનું મો દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલી બાળકીએ આ ઘટના અંગે ઘરે કોઈને પણ ન જણાવ્યું. પછી આ હવસખોર આધેડ અવાર નવાર સગીરાને ધમકીઓ આપી શારીરિક સંબંધ બાંધતો રહ્યો.

થોડા મહિના વીત્યા બાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા શ્રમજીવી પરિવાર સગીરાને હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં હાજર તબીબે સગીરાને સાત મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું.  ડોકટરે આપેલી આ માહિતી સાંભળીને સગીરાના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓએ કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.ફરિયાદના આધારે કીમ પોલીસે તપાસ હાથ ધરી. પોલીસને જાણવા મળ્યું કે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર શારીરિક સંબંધ બાંધનાર આરોપીનું નામ નાથુંજી નંદાજી કુમાવત હતું.  પોલીસે આ હવસખોર આધેડના કોલર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ આ હવસખોરને દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ પણ વાંચો :-

ભારતે કબડ્ડીમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો, 100 મેડલ હાંસલ કર્યા, PM મોદીએ આપ્યા અભિનંદન

સુરતમાં લવ જેહાદની ઘટનામાં આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું

Subscribe

Latest stories