Thursday, Oct 23, 2025

આજથી વર્લ્ડ કપની વોર્મ-અપ મેચો શરૂ થશે, જાણો ભારત ક્યારે, ક્યાં અને કોની સામે ટકરાશે

2 Min Read
  • ODI World Cup Warm-up Matches 2023 : વર્લ્ડ કપ ૨૦૨૩ પહેલા તમામ ટીમો ૨-૨ વોર્મ-અપ મેચ રમશે. પ્રથમ વોર્મ-અપ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાશે.

૫ ઓક્ટોબર ૨૦૨૩થી રમાઈ રહેલા ODI વર્લ્ડ કપ પહેલા વોર્મ-અપ મેચો રમવાની છે. જે આજથી (૨૯ સપ્ટેમ્બર) શરૂ થશે. પ્રથમ વોર્મ-અપ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાશે. પ્રથમ દિવસે કુલ ત્રણ વોર્મ મેચો રમાશે. બીજી મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે તિરુવનંતપુરમમાં અને ત્રીજી મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા ૩૦ સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમશે.

વોર્મ-અપ મેચમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામે થશે. ભારતની પ્રથમ મેચ ૩૦ સપ્ટેમ્બર શનિવારના રોજ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પછી ટીમની બીજી મેચ ૩ ઓક્ટોબરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે થશે. ભારતીય સમયાનુસાર મેચો બપોરે ૨ : ૦૦ વાગ્યાથી શરૂ થશે.

વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થશે :

નોંધનીય છે કે વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ૮ ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે.

આ પણ વાંચો :-

Share This Article