HomeSurat Cityસુરત પાસપોર્ટ ઓફિસને ફરી બોમ્બની ધમકી, કચેરી ખાલી કરાઈ

સુરત પાસપોર્ટ ઓફિસને ફરી બોમ્બની ધમકી, કચેરી ખાલી કરાઈ

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...
spot_img

સુરત સ્થિત રીજનલ પાસપોર્ટ ઓફિસ, સુરતને ફરી એકવાર ઇમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ભારે ચકચાર મચી ગઈ છે. અગાઉ ગત શુક્રવારે પણ આવી જ રીતે ધમકીભર્યો મેઇલ મળ્યો હતો અને આજે ફરી ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ તરત જ એલર્ટ પર આવી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કચેરીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વારંવાર મળી રહેલી ધમકીઓને પગલે કચેરીના કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે અજાણ્યા ઇમેઈલ મોકલનારને શોધવા પોલીસ સાયબર સેલની મદદ લઈ રહી છે.

સુરત પાસપોર્ટ ઓફિસને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી. પીપલોદ ગામમાં આવેલી ઓફિસમાં ઇમેઇલ દ્વારા ધમકી ભર્યો મેસેજ મળ્યો. ઉમરા પાસપોર્ટ ઓફિસને મેલ આવ્યો. ઘટનાને લઇ બૉમ્બ સ્કોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સવારે 5 વાગ્યે ધમકી ભર્યો મેલ આવ્યો હતો.

શુક્વારે, સુરત પાસપોર્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ઓફિસમાં બોમ્બ રાખવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, બંને ઓફિસો ખાલી કરાવવામાં આવી હતી અને કર્મચારીઓ ગભરાટમાં બહાર દોડી આવ્યા હતા.

તરત જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડના સભ્યોને જાણ કરવામાં આવી. સમાચાર મળતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી ગયા. પોલીસ કૂતરાઓ સાથે શોધખોળ ચાલી રહી છે. હજુ સુધી બંને પરિસરમાંથી કોઈ બોમ્બ મળ્યો નથી.

Subscribe

Latest stories

spot_img