Wednesday, Oct 29, 2025

ઉકાઈ ડેમનું રૌદ્ર સ્વરૂપ જોઈને થથરી જશો, તાપી અને સુરતના લોકોને સાવચેત કરાયા

2 Min Read
  • હાલ ડેમની સપાટી ૩૪૧ ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના ૨૨ દરવાજા પૈકી ૧૫ દરવાજા ૭ ફૂટ ખોલી ૧,૯૭,૦૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

હવામાન ખાતાની આગાહી વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલો પ્રેસરને કારણે મહારાષ્ટ્રમાં પડેલા અવિરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ હથનુર અને પ્રકાશના ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાવવા પામી હતી. ઉકાઈ ડેમમાં ગતરોજથી જ લાખો ક્યુસેક પાણી આવવાની સાથે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હતી.

હાલ ઉકાઈ ડેમમાં ૩ લાખ ૮૫ હજાર જેટલું પાણી આવી રહ્યું છે જેને પગલે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે. હાલ ડેમની સપાટી ૩૪૧ ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના ૨૨ દરવાજા પૈકી ૧૫ દરવાજા ૭ ફૂટ ખોલી ૧,૯૭,૦૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

જેને લઈને તાપી જિલ્લા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારેના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકને ધ્યાને રાખીને ડેમના સત્તાધીશો દ્વારા આવનારા સમયમાં પણ ગેટ ઓપરેશનની કાર્યવાહી ચાલુ રાખશે.

આ પણ વાંચો :-

 

Share This Article