Saturday, Sep 13, 2025

સુરતમાં મહિલાઓએ ધમકાવતા યુવકોએ સળિયાથી માથું ફોડી નાખ્યું ? સામે આવ્યું હુમલાનું ચોંકાવનારું કારણ

2 Min Read
  • સુરતના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં ૦૨ મહિલાઓને મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ થઈ રહેલા વિડીયોમાં બે યુવકો બે મહિલાઓને ઢોર માર મારી રહ્યા છે. ઈજાગ્રસ્ત થયેલી બંને મહિલાઓને સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે.

જે મુજબ મહિલાઓ હત્યાના ગુનામાં સાક્ષી બનેલા યુવકોને સમાધાન કરી લેવા માટે ધમકાવવા ગઈ હતી. જે બાદ બંને યુવકોએ તેમના લોખંડના સળિયાથી પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બંને પક્ષોએ સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સુરતના અલથાણ વિસ્તારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગૃહમંત્રીના મતવિસ્તારમાં જ યુવકોનો મહિલા પર હુમલો થતા અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે એક્ટિવ થઈ હતી અને હુમલો કરનારા યુવકોને પકડી લીધા હતા.

જે બાદ હુમલો કરવા પાછળનું અલગ જ કારણ સામે આવી રહ્યું છે. જે મુજબ મહિલાઓ હત્યા કેસમાં સાક્ષીઓને સમાધાન માટે ધમકાવવા ગઈ હતી. દરમિયાન ગુસ્સે થયેલા યુવકોએ તેમને લાકડીથી માર માર્યો હતો.

મળતી માહિતી મુજબ, એક જૂના મર્ડર કેસમાં પ્રવીણ મારવાડી અને ચિંતન મિશ્રાના મર્ડરમાં મહિલાના પરિવારનો સદસ્ય આરોપી છે. મહિલાઓ યુવકોને ધમકાવવા ગઈ હતી અને સમાધાન કરવા દબાણ કરી રહી હતી.

યુવકોએ સમાધાનની ના પાડતા તેમણે ગેરવર્તણૂક કરી. એટલે ગુસ્સામાં યુવકોએ માર માર્યો. હાલમાં મહિલાઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને માર મારનારા યુવકોની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો :-

Share This Article