Saturday, Sep 13, 2025

માર્કેટમાં ધુમ મચાવનારી 5 Car Brand જે ભારતમાં હંમેશા માટે થઈ ગઈ બંધ

3 Min Read

5 Car Brands 

  • Car Brands That Left India : ભારત વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ બજારોમાંનું એક છે જ્યાં 20 થી વધુ કાર બ્રાન્ડસ છે જેઓ તેમના વાહનો વેચે છે. તે જ સમયે એવી ઘણી કાર કંપનીઓ છે. જેણે ભારતીય બજાર છોડી દીધું છે.

ભારત હંમેશા કાર ઉત્પાદકો માટે આકર્ષક બજાર રહ્યું છે. દુનિયાભરની કંપનીઓએ તેમના ઉત્પાદનોને અહીં લાવવાનો પ્રયાસ કર્યો છે. ભારત વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ (Automobile) બજારોમાંનું એક છે. ત્યાં 20 થી વધુ કાર બ્રાન્ડસ છે. એવી ઘણી કાર કંપનીઓ છે. જેણે ભારતીય બજાર છોડી દીધું છે. જે એક યા બીજા કારણોસર ભારતમાં પોતાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહી છે. ચાલો તમને એવી 5 કંપનીઓ વિશે જણાવીએ જે હવે ભારત છોડી ચૂકી છે.

ફોર્ડ :

ભારતમાં ફોર્ડની (Ford) ઘણી કારની પ્રશંસા થઈ હતી. જેમ કે એન્ડેવર અને ઈકો સ્પોર્ટસ. પરંતુ માર્કેટમાં કોમ્પિટિશનને કારણે તે ટકી શકી નહીં અને સપ્ટેમ્બર 2021માં ભારતમાં બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો. કંપનીની ખોટ ઘણી વધી ગઈ હતી. જેના કારણે તેણે ભારતને અલવિદા કહેવું પડ્યું હતું.

ફિયાટ :

Fiat એ ભારતીય કાર ઈતિહાસની સૌથી પ્રસિદ્ધ બ્રાન્ડસમાંની એક છે પરંતુ હવે આ કંપનીએ ભારતમાં તેનો બિઝનેસ બંધ કરી દીધો છે. નીચા વેચાણ અને ઊંચા ઓપરેટિંગ ખર્ચને કારણે Fiat Indiaએ 2019માં તેની કામગીરી બંધ કરી હતી.

શેવરોલે :

શેવરોલેની કેટલીક કારને ભારતમાં સફળતા મળી હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સ્પર્ધા વધી અને આખરે ઓછા વેચાણને કારણે આ બ્રાન્ડને પણ દેશ છોડવો પડ્યો.

મિત્સુબિશી :

તમે પજેરો એસયુવીનું નામ તો સાંભળ્યું જ હશે. તે મિત્સુબિશી કાર હતી. હિન્દુસ્તાન મોટર્સ તેની કાર બનાવતી હતી. પછી જ્યારે હિન્દુસ્તાન મોટર્સ બંધ થઈ. મિત્સુબિશી માટે ઘણી મુશ્કેલીઓ ઊભી થવા લાગી અને તેણે પણ ભારતમાં તેની કામગીરી બંધ કરી દીધી.

ડેટસન :

ડેટસન તેની નાની અને સસ્તી કાર લઈને ભારતમાં આવી પરંતુ તે માર્કેટમાં પકડ જમાવી શકી નહીં. ડેટસન કારની ઓછી માંગને કારણે તેની પેરેન્ટ કંપની નિસાને તેને બંધ કરવી પડી.

આ પણ વાંચો :-

Share This Article