HomeNationalMukesh Ambani ને થયો અત્યાર સુધીનો સૌથી વધુ ફાયદો, ચોખ્ખા નફાનો આંકડો...

Mukesh Ambani ને થયો અત્યાર સુધીનો સૌથી વધુ ફાયદો, ચોખ્ખા નફાનો આંકડો જાણી રહી જશો દંગ

Date:

Related stories

૧૫ દિવસની મહેનત અને ૫૦,૦૦૦ સિક્કાઓથી કેવી રીતે તૈયાર થઈ આ ગણેશજીની પ્રતિમા?

શું તમે ક્યારેય 50,000 અસલી સિક્કાઓથી બનેલી ભગવાન ગણેશજીની...

ગરબા રમવા પાર્ટનર પણ હવે ભાડે? સોશિયલ મીડિયાની આ ઓફર પાછળ શું છે મોટો ખેલ?

નવરાત્રીના પવિત્ર અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર...

સ્મૃતિ મંધાનાએ આટલા આંતરરાષ્ટ્રીય રન સાથે રચ્યો ઈતિહાસ!

એશિયન ગેમ્સ 2026ની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ટીમની...

સાંજે આટલા વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ધમાકો કરશે મેઘરાજ!

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, છતાં મેઘરાજાએ હજુ...

હવે મોંઘા રિચાર્જથી છુટકારો: TRAIના નવા નિયમથી મોબાઇલ યુઝર્સને થશે આ ફાયદો!

શું તમે પણ ડેટા ધરાવતા મોંઘા રિચાર્જ પ્લાનથી કંટાળી...
spot_img

Mukesh Ambani

  • Mukesh Ambani : મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર હંમેશા લોકો વચ્ચે ચર્ચાનો વિષય હોય છે. તેવામાં ફરી એકવાર મુકેશ અંબાણી ચર્ચામાં આવ્યા છે. આ ચર્ચા તેમના બિઝનેસના નફાને લઈને થઈ રહી છે. જાણવા મળતી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2022-23 ના માર્ચ ક્વાર્ટરમાં દેશની દિગ્ગજ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ચોખ્ખો નફો 19 ટકા વધીને રૂપિયા 19,299 કરોડ થયો છે.

મુકેશ અંબાણી (Mukesh Ambani) અને અંબાણી પરિવાર (Ambani family) હંમેશા લોકો વચ્ચે ચર્ચાનો વિષય હોય છે. તાજેતરમાં જ અંબાણી પરિવાર દ્વારા એક ભવ્ય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી એકવાર મુકેશ અંબાણી ચર્ચામાં આવ્યા છે. આ ચર્ચા તેમના બિઝનેસના (Business) નફાને લઈને થઈ રહી છે. જાણવા મળતી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2022-23 ના માર્ચ ક્વાર્ટરમાં દેશની દિગ્ગજ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો (Reliance Industries Limited) ચોખ્ખો નફો 19 ટકા વધીને રૂપિયા 19,299 કરોડ થયો છે.

આ નફો અત્યાર સુધીના કોઈપણ ક્વાર્ટરમાં કંપનીને થયેલો સૌથી વધુ નફો છે. રિલાયન્સ દ્વારા જાન્યુઆરી-માર્ચ 2023 ક્વાર્ટરના નાણાકીય પરિણામો વિશેની માહિતી જાહેર કરવામાં આવી હતી. આ માહિતી અનુસાર ઓઈલ અને પેટ્રોકેમિકલ બિઝનેસમાંથી આવકમાં વધારો તેમજ રિટેલ અને ટેલિકોમ્યુનિકેશન બિઝનેસના કારણે નફો વધ્યો છે.

રિલાયન્સે એક વર્ષ અગાઉના આ સમયના ક્વાર્ટરમાં 16,203 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. વિશ્લેષકોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચોખ્ખા નફામાં ઘટાડો થવાની આગાહી કરી હતી. પરંતુ અમેરિકાથી આયાત થતા ઈથેનના ભાવમાં નરમાઈથી કંપનીને રાહત થઈ છે.

આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક વધીને 2.19 લાખ કરોડ થઈ છે. જે અગાઉના વર્ષમાં 2.14 લાખ કરોડ હતી. ચોખ્ખો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2022ની સરખામણીમાં 22 ટકા વધીને 15,792 કરોડ થયો છે.

નાણાકીય વર્ષ 2022-2023માં રિલાયન્સનો ચોખ્ખો નફો 66,702 કરોડ રૂપિયા રહ્યો છે. આ રિલાયન્સનો અત્યાર સુધીનો સૌથી વધુ નફો છે. આ દરમિયાન કંપનીની આવક પણ 10 લાખ કરોડની નજીક પહોંચી ગઈ હતી. નાણાંકીય વર્ષ 2021-22માં RILએ 7.36 લાખ કરોડની આવક પર 60,705 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તમામ બિઝનેસ સારું પ્રદર્શન કર્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ પરિણામો પરજણાવ્યું હતું કે ડિજિટલ કનેક્ટિવિટી અને રિટેલ ક્ષેત્રમાં લેવાયેલા પગલાં અર્થતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી રહ્યા છે. જે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક બનાવવામાં આપી રહ્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories