HomeGujaratડાયરો તો ગીતા રબારીનો, એવી જમાવટ થઈ કે રૂપિયાના ઢગલા થઈ ગયા,...

ડાયરો તો ગીતા રબારીનો, એવી જમાવટ થઈ કે રૂપિયાના ઢગલા થઈ ગયા, જુઓ Video

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

Diro to Geeta Rabari 

  • Geeta Rabari Dayro : ગીતા રબારી પર નોટોનો વરસાદ, ડાયરામાં આવેલા લોકો જોતા જ રહી ગયા !

Viral Video : ફરી એકવાર લોકગાયિકા ગીતા રબારીના (Folk singer Geeta Rabari) ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. બનાસકાંઠાના (Banaskantha) થરાદમાં નાંણદેવી માતાની વાવના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોતસ્વ અને નવચંડી યજ્ઞ નિમિતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની કોયલ કહેવાતા ગીતા રબારીના ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. જોતજોતામાં રૂપિયાનો ઢગલો થઈ ગયો હતો.

ગીતા રબારીએ તેના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. થરાદમાં માતાજીના ભક્તો અને દાતાઓ દ્વારા ગીતા રબારી પર નોટો ઉડાવવામાં આવી હતી.

થરાદમાં આયોજીત ભવ્ય લોક ડાયરમાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા અને ગીતા રબારીના સુરીલા ભજન અને ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. કોઈપણ પ્રસંગે ડાયરાનું અવારનવાર આયોજન થતું રહે છે. જેમાં અનેક કલાકારો હાજરી આપતા હોય છે. લોકો કલાકારો પર રૂપિયાનો વરસાદ પણ કરતા હોય છે. ત્યારે થરાદમાં ગીતા રબારીના ભજન પર લોકોએ રૂપિયાનો વરસાદ કરી નાંખ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img