If you have these ailments
- Turmeric Milk Side Effect : દૂધમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે જેના કારણે શરીરને સંપૂર્ણ પોષણ મળે છે જ્યારે હળદર એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ કેટલાક લોકો માટે તે ફાયદાની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
હળદરવાળું દૂધ (Turmeric milk) પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. હળદરવાળું દૂધ (Turmeric milk) સુપરફૂડ કહેવાય છે. દૂધમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે જેના કારણે શરીરને સંપૂર્ણ પોષણ મળે છે જ્યારે હળદર એન્ટિસેપ્ટિક ગુણોથી (Antiseptic properties) ભરપૂર હોય છે. પરંતુ કેટલાક લોકો માટે તે ફાયદાની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઈ સમસ્યાઓમાં હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ.
પેટ ખરાબ હોય ત્યારે :
જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તેમણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. કારણ કે તેનાથી ગેસ વધે છે. હળદરની અસર ગરમ હોવાથી તે પાચન બગાડી શકે છે. તેના કારણે ઝાડા અને ઉલટી થઈ શકે છે.
નિઃસંતાન પુરુષો :
જે પુરૂષો પિતા બનવાની ઈચ્છા રાખે છે અને ફર્ટીલીટી સંબંધિત સમસ્યા હોય તેમણે પણ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. કારણ કે તે શુક્રાણુઓની ગુણવત્તાને નબળી પાડે છે. જેનાથી પુરુષની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડે છે.
પિત્તાશય અને લીવરના રોગથી પીડાતા લોકો :
લીવર અને પિત્તાશય બંને આપણા શરીરના ખૂબ જ મહત્વપૂર્ણ અંગો છે. જે લોકો લીવર અને પિત્તાશયની બીમારીથી પીડિત હોય તેમણે પણ હળદરવાળા દૂધથી દૂર રહેવું જોઈએ.
સગર્ભા સ્ત્રીઓએ :
સગર્ભા સ્ત્રીઓએ હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ. તેનાથી ગર્ભાશયનું સંકોચન વધે છે અને ગર્ભાશયમાં ખેંચાણ થાય છે અને રક્તસ્રાવની સમસ્યા પણ થઈ શકે છે.
આ પણ વાંચો :-