HomeCrimeએક વિવાહ ઐસા ભી ! વરરાજા સહિત જાનૈયા માંડવાની જગ્યાએ સીધા જેલ...

એક વિવાહ ઐસા ભી ! વરરાજા સહિત જાનૈયા માંડવાની જગ્યાએ સીધા જેલ પહોંચ્યા !

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

One marriage Aisa Bhi! Janaiya including

  • એલિસબ્રિજમાં વરરાજા અને જાનૈયાઓની જાન સીધી જ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. લગ્ન પ્રસંગમાં જુગારધામ ધમધમી રહ્યો હતો અને પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે 89 જુગારીઓની ધરપકડ કરીને જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદમાં (Ahmedabad) બે મિત્રોના લગ્નમાં જાનૈયા સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. એલિસબ્રિજમાં વરરાજા અને જાનૈયાઓની જાન સીધી જ પોલીસ સ્ટેશનમાં (Police Station) પહોંચી હતી. લગ્ન પ્રસંગમાં જુગારધામ (gambling den) ધમધમી રહ્યો હતો અને પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે 89 જુગારીઓની ધરપકડ કરીને જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

યુવાનો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પરંતુ વરરાજા સાથે જાન જોડીને લગ્ન કરવા પહોંચે તે પહેલાં વરરાજા અને જાનૈયા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચી ગયા કારણ કે તેઓ લગ્ન પ્રસંગ માં જુગાર રમી રહ્યા હતા. મીઠાખળી વિસ્તારમાં રહેતા કાપડના વેપારી વર્ષીલ દેસાઈના લગ્ન પ્રસંગ હોવાથી એલિસબ્રિજમાં લક્ષ્મી નિવાસમાં બે ફ્લેટ મિત્રના રાખ્યા હતા.

આ ફ્લેટમાં મિત્રો અને વરરાજા જુગાર રમી રહ્યા હતા. જેની બાતમી એલિસબ્રિજ પોલીસને મળતા તેમને રેડ કરી હતી અને ફ્લેટના 402 અને 602 નંબરના ફ્લેટમાં જુગાર રમતા 89 લોકોને ઝડપી લીધા. તેમની પાસેથી 53 વાહન, 98 મોબાઈલ, 3.74 લાખની રોકડ સહિત 1.58 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

એલિસબ્રિજ પોલીસે હાલમાં જુગારધારાની કલમ ચાર અને પાંચ હેઠળ ગુનો નોંધી ને કાર્યવાહી હાથ ધરી છે. આ વરરાજા અને જાનૈયાઓને છોડાવવા મોટી લાઈનો જોવા મળી. હાલ તો પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img