KL Rahul took leave from BCCI to get married
- ન્યુઝીલેન્ડ સામે આગામી વન-ડે અને ટી20 સીરીઝમાં કેએલ રાહુલ ભારતીય ટીમનો ભાગ નહીં હોય. ખરેખર એવુ કહેવાઈ રહ્યું છે કે કેએલ રાહુલે લગ્ન માટે BCCI પાસેથી રજા લીધી છે.
ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) અને બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટીની (Athiya Shetty) લગ્નની ચર્ચા વધી રહી છે. બંનેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી 23 જાન્યુઆરીએ લગ્ન કરી રહ્યાં છે. આ લગ્ન માટે બંને પરિવારોએ તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે.
23 જાન્યુઆરીએ થશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન !
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન 23 જાન્યુઆરીએ થશે. જ્યારે મહેંદી સહિત બાકી રસ્મો 21 જાન્યુઆરીથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન 23 જાન્યુઆરીએ થશે. પરંતુ શું તમે જાણો છો બંને કપલ કેવી રીતે મળ્યાં? ખરેખર એવું કહેવાઈ રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.
https://www.instagram.com/p/CghRz_mh0mG/?utm_source=ig_embed&ig_rid=1c348bd5-cfb8-443d-bd4c-384181931829
મહેંદી સહિત બાકી બધી વિધિઓ 21 જાન્યુઆરીથી શરૂ થશે :
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. બંને કપલ નિયમિત રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે. આ સિવાય ઘણી વખત મેચ દરમ્યાન આથિયા શેટ્ટીને સ્ટેડિયમમાં જોવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બંનેના લગ્ન 23 જાન્યુઆરીએ થશે. જો કે મહેંદી સહિત બાકી બધી વિધિઓ 21 જાન્યુઆરીથી શરૂ થશે. આ દરમ્યાન આથિયા શેટ્ટીના પિતા અને બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી સહિત ઘણા લોકપ્રિય મહાનુભાવો પોતાની પ્રસ્તુતિ આપશે. ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે તેની સત્તાવાર જાણકારી બંનેએ વર્ષ 2021માં આપી હતી.
આ પણ વાંચો :-