Mukesh Ambani came across Rakhi Sawant
- કેન્સર બાદ રાખી સાવંતના માતા બ્રેઈન ટ્યુમર સામે ઝઝુમી રહ્યા છે. હાલમાં જ રાખીએ માતાની બીમારીનું દુઃખ વ્યક્ત કર્યું છે. રાખીએ જણાવ્યું કે માતા ઓળખી નથી શકતી અને ખાઈ પણ નથી શકતી.
ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) હાલ ખૂબ જ મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. એક તરફ રાખીને લગ્ન જીવનનું ટેન્શન છે. ત્યાં જ બીજી તરફ રાખીના માતા ગંભીર રીતે બીમાર છે. રાખી સાવંતના (Rakhi Sawant) માતા પહેલા કેન્સરથી (Cancer) પીડિત હતા.
કેન્સર બાદ હવે તેમને બ્રેઈન ટ્યૂમર (Brain tumor) થયું છે. ત્યાં જ હાલ તેઓ હોસ્પિટલમાં એડમિટ છે. અને તેમની સારવાર ચાલી રહી છે. ત્યાં જ રાખીની માતાએ બીમારી પર વાત કરી છે. સાથે જ એમ પણ જણાવ્યું છે કે મુકેશ અંબાણી તેમના માતાની સારવારમાં મદદ કરી રહ્યા છે.
મુકેશ અંબાણીએ કરી રાખીની મદદ :
કેન્સર બાદ રાખી સાવંતના માતા બ્રેઈન ટ્યુમર સામે ઝઝુમી રહ્યા છે. હાલમાં જ રાખીએ માતાની બીમારીની દુઃખ બધાની સાથે શેર કર્યું છે. રાખીએ જણાવ્યું, ‘મમ્મી ઓળખી નથી શકતી. મમ્મી ભોજન પણ નથી કરી શકતી. મમ્મીની અડધી બોડી પેરાલાઈઝ થઈ ગઈ છે.’
આગળ રાખીએ જણાવ્યું, “હું અંબાણીજીનો ધન્યવાદ કરૂ છું. અંબાણીજી માતાની સારવાર માટે મદદ કરી રહ્યા છે. હોસ્પિટલમાં જે વધારે પ્રાઈઝ હોય તેને ઓછી કરીને.” રાખીએ એમ પણ જણાવ્યું કે માતાને 2 મહિના માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. રાખીનો વીડિયો જોયા બાદ બધા તેમના માતાને સાજા થવાની દુઆ આપી રહ્યા છે.
આ પણ વાંચો :-








