Who is Tata’s daughter-in-law Mansi
- નવેમ્બર 2022માં વિક્રમ કિર્લોસ્કરના મૃત્યુ પછી, કિર્લોસ્કર-ટોયોટા ગ્રુપની કમાન હવે તેમની પુત્રી માનસી ટાટાને સોંપવામાં આવી છે. કંપની દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી હતી.
વિક્રમ કિર્લોસ્કરના (Vikram Kirloskar) નિધન બાદ કિર્લોસ્કર ગ્રૂપે કંપનીની બાગડોર માનસી ટાટાને સોંપી દીધી છે. માનસી ટાટાની નિમણૂક અંગેની માહિતી કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ (KIRLOSCAR SYSTEMS PRIVATE LIMITED) દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ માનસીને કિર્લોસ્કર સંયુક્ત સાહસના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
આજે કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ (KSPL) માં માનસી ટાટાની નિમણૂક વિશે માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે તેમને તાત્કાલિક અસરથી કંપનીની કમાન સોંપવામાં આવી છે તમને જણાવી દઈએ કે વિક્રમ કિર્લોસ્કરનું નવેમ્બર 2022માં નિધન થયું હતું. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેમની એકમાત્ર સંતાન માનસી કંપનીનું નેતૃત્વ કરી શકે છે.
પત્ની ગીતાજન્લી નિભાવી રહી છે આ જવાબદારી :
આ નિમણૂક પછી માનસી ટાટા ટોયોટા એન્જિન લિમિટેડ, કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ, ટોયોટા મેટિરિયલ હેન્ડલિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને ડેનો કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડનું નેતૃત્વ કરશે. પુત્રી માનસી ઉપરાંત વિક્રમ કિર્લોસ્કરની પત્ની ગીતાજન્લી કિર્લોસ્કર કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી નિભાવી રહી છે.
https://twitter.com/ManasiKirloskar/status/1104713436372586496?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1104713436372586496%7Ctwgr%5Ef64cfa1863693fe37120c2062b9f85f594916c5e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fwho-is-tatas-daughter-in-law-mansi-who-will-take-charge-of-the-innova-car-manufacturing
કોણ છે માનસી ટાટા ?
32 વર્ષીય માનસી પહેલાથી જ તેના પિતાની કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ છે. તેણે યુએસએના રોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનથી ગ્રેજ્યુએશન કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે પિતાને કંપનીમાં મદદ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2019માં તેણીએ નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે લગ્ન કર્યા.
નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. બિઝનેસ ઉપરાંત માનસીને પેઈન્ટિંગનો પણ ઘણો શોખ છે. તેણે 13 વર્ષની ઉંમરે તેનું પ્રથમ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેને સ્વિમિંગનો ખૂબ જ શોખ છે. તમને જણાવી દઈએ કે માનસી અને તેનો પરિવાર ખૂબ જ સાદું જીવન જીવે છે. ટાટા પરિવારની પુત્રવધૂ હોવા છતાં તે લો પ્રોફાઇલ જીવન જીવે છે.
છુટી ગયો પિતાનો સાથ :
ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઈસ ચેરપર્સન વિક્રમ કિર્લોસ્કરનું 29 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. 64 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. ફોર્ચ્યુનર અને ઈનોવા જેવી કાર ઉત્પાદક ટોયોટાને ભારતમાં લાવવાનો શ્રેય વિક્રમ કિર્લોસ્કરને જાય છે. તેણે 1997માં ટોયોટા સાથે ડીલ કરી હતી. જે બાદ જાપાની કાર બનાવતી કંપનીએ ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો :-