HomeAstrologyઆજનું રાશિફળ 18 ઓક્ટોબર : આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, જાણો...

આજનું રાશિફળ 18 ઓક્ટોબર : આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

Today’s Horoscope 18 October Gujarat Guardian

મેષ
આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતો કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આધાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.

વૃષભ
ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતાં જણાય..

મિથુન
ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવા નાણાકીય રોકાણોનું આયોજન ફાયદાકારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્ની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક
આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્રવર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસીથી સાચવવું.

‌સિંહ
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરિયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારું રહેશે.

કન્યા
ગઈકાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતાપિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલા
આવકનું પ્રમાણ જળવાતા માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને.

વૃ‌શ્ચિક
ગઈકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારું રહે.

ધન
આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડિયો, ટીવી જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકર
આવશ્યક કાર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે પણ વખતસર નાણાની સગવડ થઈ જશે. દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય, વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસ ટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.

કુંભ
શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલિંગ જેવા ક્ષેત્રમાં લાભ, આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જૂના મિત્રોને મળવાનું શક્ય બને.

મીન
આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસું મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. સામાજિક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img