જૂનાગઢના બુટગલેરે વીડિયો બનાવી પોલીસને ધમકી આપી, ગોળી મારવી હોય તો મારી દો…

Share this story

Junagadh bootlegger made a video and threatened the police

  • બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત સામે ગુનો દાખલ કરાયો છે.

જૂનાગઢમાં (Junagadh) સ્ટેટ મોનિટરિંગ સેલના (State Monitoring Cell) દરોડા પડ્યા છે. જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા સહિત સાત જેટલા લોકો સામે ગુનો દાખલ કરાયો છે. જે બાદ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. જેમા તે કોઇ પણ પ્રકારના ખૌફ વિના પોલીસને ધમકી આપી રહ્યો છે.

બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત સામે ગુનો દાખલ કરાયો છે. જે બાદ ધીરેન કારીયાનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે જેમા તે કહી રહ્યો છે કે, મને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવી રહ્યો છે. જો આવી રીતે જ મને હેરાન કરવામાં આવશે તો હું આત્મહત્યા કરી લઇશ.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

તમને જણાવી દઇએ કે આ પહેલા 22.40 લાખનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો હતો. આ દારૂનું કટિંગ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને આ દારૂ લિસ્ટેડ બુટલેગરે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે બુટલેગરનો વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં ધીરેન કારિયાએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે, તે પોતાના પિતાના શ્રાધમાં હતો અને તેની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે સાથે જ ધીરેન કારિયાએ વીડિયોમાં એવું પણ કહ્યું છે કે તેની પાસે 1 કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જેનો કેસ વંથલી કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસ પરત ખેંચવા માટે જ પોલીસે તેના પર ખોટો કેસ કર્યો છે.

આ પણ વાંચો :-