HomeSurat Cityસુરતમાં ધો.10ના વિદ્યાર્થી પર ચાર સગીરોનો ચપ્પુ હુમલો, ત્રણ ઘા બાદ હાલત...

સુરતમાં ધો.10ના વિદ્યાર્થી પર ચાર સગીરોનો ચપ્પુ હુમલો, ત્રણ ઘા બાદ હાલત ગંભીર

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બોલાચાલીની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10ના વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો. આરોપીઓએ વિદ્યાર્થીને રોકી “તારામાં બહુ દમ છે” કહી ઝઘડો શરૂ કર્યો અને પીઠ તથા પેટના ભાગે ત્રણ ઘા માર્યા, જેના કારણે વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી સર્જરી કરાઈ છે, પરંતુ ગંભીર હાલતને કારણે તે બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી. પિતાએ આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોએ ઓનલાઈન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા.

હુમલો કર્યા બાદ તમામ હુમલાખોર વિદ્યાર્થીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પિતાના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. પિતાએ આક્ષેપ કર્યો છે કે, ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારો સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે સગીરોમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ થયેલી સામાન્ય ટક્કર બાદ જ્યારે વિદ્યાર્થીએ ટકોર કરી હતી, ત્યારે તેનો ખાર રાખીને આ સગીરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઓનલાઇન હથિયાર વસાવી આ હુમલાને અંજામ આપ્યો હોવાનું પિતાનું કહેવું છે.

Subscribe

Latest stories

spot_img